શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 23 ફેબ્રુઆરી 2022 (11:00 IST)

ગાઢ ધુમ્મસના પગલે નયનરમ્ય વાતાવરણ, સવારે ઠેર-ઠેર ઠંડીનો પણ અહેસાસ થયો

ગાઢ ધુમ્મસના પગલે નયનરમ્ય વાતાવરણ સર્જાયું હતું. જેના કારણે સવારે ઠેર-ઠેર ઠંડીનો પણ અહેસાસ થયો હતો. ઠંડકથી રાજકોટ મહાનગરમાં હીલ સ્ટેશન સમા દ્દશ્યો જોવા મળ્યા હતા.
 
રાજકોટ જિલ્લામાં ચાલુ વર્ષે પુષ્કળ શિયાળુ વાવેતર થયું છે તેમા ખાસ કરી જીરું ,ચણા અને ધાણાનું વાવેતર જંગી પ્રમાણમા થયું છે પરંતુ આ વખતે ઘણા સમયથી શિયાળાની ઋતુમાં વારંવાર વાતાવરણ પલટો અને માવઠું થયું છે તેની અસર શિયાળુ પાકમા થઈ હોવાથી જીરું, ચણા, ધાણા સહિત પાકોને વ્યાપક નુકશાન થયાનું જોવા મળી રહ્યું છે
 
જેતપુરમાં આજે પરોઢીયેથી માંડી સવાર સુધી ગાઢ ધુમ્મસ છવાતા લોકોએ આહલાદક વાતાવરણનો અનુભવ કર્યો હતો. સવારમાં ધુમ્મસની ચાદર છવાતા રોડ-રસ્તા ઉપર દૂરથી જોવાનું મુશ્કેલ બન્યું હતું. ગાઢ ધુમ્મસના પગલે નયનરમ્ય વાતાવરણ સર્જાયું હતું. જેના કારણે સવારે ઠેર-ઠેર ઠંડીનો પણ અહેસાસ થયો હતો.