શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 23 ફેબ્રુઆરી 2022 (17:38 IST)

ગ્રીષ્મા હત્યા કેસ - ફેનિલે ગુનો ન કબુલ્યો, ઝડપભેર ટ્રાયલ પૂરી કરીને ગ્રીષ્માને ન્યાય મળે એવા પ્રયાસો

સુરત ગ્રીષ્મા હત્યા કેસમાં કઠોરની કોર્ટમાંથી કેસ કમિટ થઈને સુરતની સેશન્સ કોર્ટમાં ટ્રાન્સફર કરાશે. ફેનિલ સામે ચાર્જફ્રેમની કાર્યવાહી થશે. સાક્ષીઓને બોલાવીને કેસની સુનાવણી કરવામાં આવશે. સરકારી વકીલે જણાવ્યુ કે ઝડપભેર ટ્રાયલ પૂરી કરીને ગ્રીષ્માને ન્યાય મળે એવા પ્રયાસો ચાલુ છે. 
 
ગ્રીષ્મા મર્ડર કેસમાં કોર્ટમાં હત્યારા ફેનિલે ગુનો કબુલવાનો ઈનકાર કર્યો હતો. કોર્ટ રૂમમાં ગ્રીષ્માના હત્યારા ફેનિલે કહ્યું હતુ કે, તેને ગુનો કબુલ નથી. આરોપી ફેનીલને કોર્ટ પૂછ્યું કે, શું ગુનો કબુલ છે? ત્યારે ફેનિલે ના પાડી હતી. હત્યાના આરોપી ફેનીલને સરકારી વકીલ આપવામાં આવ્યો છે. હવે આ કેસ સુરતના ફાસ્ટટ્રેક કોર્ટમાં ચાલશે. 
 
સુરતના ગ્રીષ્મા હત્યા કેસના આરોપી ફેનીલ પંકજભાઈ ગોયાણી વિરૂદ્ધ સુરત પોલીસ વિભાગ દ્વારા માત્ર 7 જ દિવસમાં 2500 પાનાની ચાર્જશીટ ફાઈલ કરી છે. આ તટસ્થ તપાસ પ્રક્રિયાને તીવ્ર ગતિ પ્રદાન કરી છે. આ પ્રકારના જઘન્ય કૃત્યના સંકીર્ણ માનસિકતા વાળા આરોપીઓને ત્વરિતપણે કડકમાં કડક સજા અપાવીને એક દાખલો બેસાડવા રાજ્ય સરકાર તેમજ ગુજરાત પોલીસ દ્રઢ કટિબદ્ધ છે
 
ફેનિલે ગ્રીષ્માની હત્યા કરવા માટે પ્લાનિંગ કર્યું હતું ફેનિલ ગોયાણીએ ગ્રીષ્માની હત્યા કરવા માટે પ્લાનિંગ કર્યું હતું , એ પણ પોલીસ તપાસમાં ખૂલ્યું છે . હત્યા કેવી રીતે કરી શકાય એ માટે તેણે ઇન્ટરનેટ પર સર્ચ કર્યું હતું હથિયારો કેવી રીતે ઓનલાઇન મળી શકે અને એનો ઉપયોગ કેવી રીતે થાય એ બાબતે જાણ્યું હતું . તેણે ગ્રીષ્માની હત્યા કરતાં પહેલાં એક મિત્રને ફોન પર વાત પણ કરી હતી , જે ઓડિયો - ક્લિપ પોલીસને મળી હતી . પોલીસ પાસે ફેનિલના સજ્જડ પુરાવા ઓડિયો - ક્લિપના આધારે પોલીસ ફેનિલને રિમાન્ડ દરમિયાન ગાંધીનગર એફએસએલમાં લઈ ગઈ હતી , જ્યાં તેનો વોઇસ રેકર્ડિંગ ટેસ્ટ કરવામાં આવ્યો હતો , જેનો રિપોર્ટ પણ એફએસએલે પોલીસને સોંપી દીધો છે પોલીસે ફેનિલ સામે સજ્જડ પુરાવા એકત્ર કરી કઠોરની કોર્ટમાં ચાર્જશીટ કરી દીધી છે . કઠોર કોર્ટમાંથી આ કેસ કમિટ થઇને સુરતની સેશન્સ કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવશે . 
 
ઘટના શું હતી ? 
 
સુરતમાં કામરેજના પાસોદરામાં ગત 12 ફેબ્રુઆરીના રોજ ગ્રીષ્મા વેકરિયાની એકતરફી પ્રેમમાં પાગલ ફેનિલ ગોયાણીએ ગળું કાપી ઘાતકી હત્યા કરી હતી . ત્યાર બાદ હાથની નસ કાપી અને ઝેરી દવા પીવાનું નાટક કરી આપઘાતનો પ્રયાસ કર્યો હતો . ગ્રીષ્માની હત્યા કરનારા આરોપી ફેનિલને હોસ્પિટલમાંથી રજા મળતાં પોલીસે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવ્યા હતા . રિમાન્ડ પૂર્ણ થતાં જ્યુડિશિયલ કસ્ટડીમાં ખસેડાયો હતો . હાલ ફેનિલ લાજપોર જેલમાં બંધ છે