રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 4 ફેબ્રુઆરી 2022 (14:07 IST)

ગુજરાત ATS કિશન ભરવાડ હત્યા કેસમાં મુખ્ય બે આરોપીને સાથે રાખી ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરશે

કિશન ભરવાડ મર્ડર કેસ મામલે ગુજરાત ATSની ટીમે પકડાયેલા ત્રણ આરોપીઓને ગુરૂવારે અમદાવાદ જિલ્લા ગ્રામ્ય કોર્ટમાં રજૂ કર્યા હતા. આ ત્રણેય આરોપીઓના 7 દિવસના રિમાન્ડ કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે. આ સમગ્ર કેસમાં પાકિસ્તાનનું કોઈ કનેક્શન છે કે નહીં તે અંગે હજી સુધી કોઈ ખુલસો નહીં થયો હોવાનું ATSના અધિકારી પાસેથી જાણવા મળ્યું છે.

આરોપીઓ પાકિસ્તાન કે અંડર વર્લ્ડના સંપર્કમાં હતા કે કેમ તે અંગે પણ તપાસમાં હજી કંઈ સામે આવ્યું નથી. ત્યારે ગુજરાત ATS દ્વારા ફાયરીંગ કરનાર મુખ્ય બે આરોપીઓને સાથે રાખીને ધંધૂકામાં ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરશે. ગુજરાત ATSના અધિકારીઓ ફાયરીંગ કરનાર શબ્બીર ચોપડા અને બાઈક રાઈડર ઈમ્તિયાઝ પઠાણને સાથે રાખીને ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરશે. તે ઉપરાંત ધંઘૂકા મોઢવાળા દરવાજા પાસે થયેલા ફાયરીંગની હકિકત મેળવશે. ત્યાર બાદ ATSના અધિકારીઓ ધંધૂકામાં સ્થિત સર મુબારક દરગાહ પાસે પણ તપાસ કરશે. આરોપીએ હથિયાર અને બાઈક દરગાહ પાસે છુપાવ્યા હતાં. તે અંગે પણ હકિકત મેળવવા તપાસ હાથ ધરાશે.

મૌલાના કમરગનીની પૂછપરછમાં ATSને જાણવા મળ્યું છે કે તે TFI (‘તૈહરી કે ફરોકી ઈસ્લામિક’ ) નામનું સંગઠન ચલાવી રહ્યો છે જેનું લખનઉમાં રજીસ્ટ્રેશન થયેલું છે. પોતાના સંગઠન માટે કમરગની દેશભરમાં સભ્યો બનાવી દરેક પાસેથી દૈનિક 1 રૂપિયાનું દાન મેળવે છે. સાથે જ તેના આ સંગઠન TFIના 2 જુદા જુદા બેંક અકાઉન્ટ હોવાનું પણ તપાસમાં ખુલ્યું છે. આ કેસની તપાસ માટે સેન્ટ્રલ IB, NIA સહિતની એજન્સી અમદાવાદ આવી છે. કમર ગની ‘તૈહરી કે ફરોકી ઈસ્લામિક’ સંગઠનનો અધ્યક્ષ છે. આ સંગઠન મહંમદ પયગંબર કે ઇસ્લામ ધર્મ વિરુદ્ધ ટિપ્પણી કરનારા સામે પોલીસ ફરિયાદ નોંધાવી કાયદેસરની કાર્યવાહી કરાવતું હતું.પકડાયેલા આ ત્રણેય આરોપીઓ અલગ અલગ જગ્યા છે અને તપાસમાં સહકાર ન આપતા હોવાથી તેમના રિમાન્ડની માંગણી કરાઈ હતી. રમીઝ નામના આરોપી પાસે 10 મહિના પહેલા પિસ્તોલ વાયા વાયા પહોંચી હતી. બીજા એક આરોપીએ અન્ય આરોપીને છુપાવવામાં મદદ કરી હતી. બીજી તરફ આરોપીના વકીલનો આક્ષેપ છે કે તેમના પર જબરજસ્તી ગુજસીટોક એક્ટ લગાવવામાં આવ્યા છે.