શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શનિવાર, 6 જુલાઈ 2019 (11:06 IST)

રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપના બંને ઉમેદવારો વિજેતા, વિદેશમંત્રી એસ.જયશંકરને 104 મત મળ્યા

રાજ્યસભામાં ગુજરાતની ખાલી પડેલી બે બેઠકોની ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું છે.  જેમાં ભાજપના બંને ઉમેદવાર એસ. જયશંકર અને જુગલજી ઠાકોરની જીત થઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, રાજ્યસભાની ચૂંટણી માટે આજે વિધાનસભામાં ચૂંટણી યોજાઈ હતી, જેમાં કોંગ્રેસ અને ભાજપે પોતાના ઉમેદવારોને મત આપ્યા હતા. જેનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. ભાજપના ઉમેદવાર એસ જયશંકર 104 મતથી અને જુગલજી ઠાકોર પણ 104 મતથી વિજયી થયા છે. રાજ્યસભામાં ગુજરાતમાંથી ખાલી પડેલી બે બેઠકો માટે વિધાનસભામાં આજે એટલે શુક્રવારે સવારે 9થી બપોરે 4 વાગ્યા દરમિયાન મતદાન યોજાયું. આ ચૂંટણીમાં બંને બેઠકો માટે અલગ અલગ મતદાન પત્રથી મતદાન યોજાયું.