શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 15 માર્ચ 2017 (14:45 IST)

બોર્ડની પરિક્ષાના બે કલાક પહેલા જ 12મા ઘોરણનું એકાઉન્ટનું પેપર લીક થયું ?

સામાન્ય રીતે બોર્ડની પરીક્ષા પહેલા પેપરના પ્રશ્નો વિદ્યાર્થીઓમાં ફરતા થવા અને એકબીજાને આપવા તો વર્ષોથી ચાલતું આવ્યું છે પરંતુ આજે જ્યારે બપોરના 3.00 કલાકે ધો.12ની પરીક્ષા શરૂ થશે તેના થોડા જ સમય પહેલા આખેઆખું બોર્ડ જેવું પેપર ફરતું થયું છે. લોકોમાં ચર્ચા ચાલે છે કે આ પેપર બોર્ડનું જ છે પરંતુ શિક્ષણ વિભાગ તરફથી આની કોઈ પુષ્ટિ કરાઈ નથી.સોશિયલ મીડિયામાં નામાના મુળત્વોનું પેપરની કોપી ફરતી થઈ છે.

આ સમાચારથી પરીક્ષા વિભાગ પણ દોડતું થયું છે. આ અંગે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના ચેરમેન એ. જે. શાહ સાથે વાત કરતાં તેમણે જણાવ્યું કે, શિક્ષણ વિભાગને ફરિયાદ મળી છે પરંતુ હાલ આ લીક પેપરને ચેક ન કરી શકાય. આવા સમાચાર ગયા વર્ષે પણ આવ્યાં હતાં પરંતુ તે તદ્દન ખોટા હતાં. વાલીઓ અને વિદ્યાર્થીઓ ધ્યાન ન આપવા વિનંતી.