ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 13 મે 2020 (11:24 IST)

મુખ્યમંત્રીનો મહત્વપૂર્ણ નિર્ણય, રાજકોટમાં ગુરૂવારથી કન્ટેન્મેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં ઊદ્યોગ-ધંધા શરૂ કરવાની છૂટ

આગામી ગુરૂવાર તા. ૧૪મી મે-ર૦ર૦થી રાજકોટ મહાનગરમાં ઊદ્યોગ-ધંધા ફરી શરૂ કરવા માટેની મંજૂરી જિલ્લા કલેકટર દ્વારા આપવામાં આવશે તેવો મહત્વપૂર્ણ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિર્ણય કર્યો છે. આવા ઊદ્યોગ-ધંધા શરૂ કરવાની પરવાનગી રાજકોટમાં માત્ર કન્ટેન્મેન્ટ ઝોન વિસ્તાર સિવાયના વિસ્તારોમાં આપવામાં આવશે એવો નિર્ણય પણ તેમણે કર્યો છે.
 
આ નિર્ણયની વિગતો આપતાં અશ્વિનીકુમારે કહ્યું કે, રાજકોટ શહેરનો સમાવેશ ઓરેન્જ ઝોન કેટેગરીમાં કરવામાં આવેલો હતો. આમ છતાં, ત્યાં એક અઠવાડિયા સુધી કોઇ ઊદ્યોગ-ધંધા શરૂ ન કરવા દેવાની સૂચનાઓ તકેદારી રુપે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલી હતી. હવે છેલ્લા એક અઠવાડિયામાં રાજકોટ મહાનગરમાં કોરોનાનો કોઇ નવો કેસ ન આવતાં આગામી તા. ૧૪મી મે ગુરૂવારથી રાજકોટ શહેરમાં કન્ટેન્મેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં ઊદ્યોગ-ધંધા ફરી શરૂ કરવાની છૂટ આપવાનો નિર્ણય કર્યો છે.
 
રાજ્યમાં જનજીવન ઝડપથી પૂર્વવત થાય અને ઊદ્યોગ-ધંધા શરૂ થવાથી રોજગારી, આર્થિક આધારની તકો ખૂલે તેવા હેતુથી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજકોટ મહાનગર માટે આ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. રાજકોટ શહેરમાં આગામી તા. ૧૪મી મે, ગુરૂવારથી ઊદ્યોગ-ધંધા શરૂ કરવાના હેતુસર આપવાની થતી મંજૂરી પરવાનગીઓ જિલ્લા કલેકટર કક્ષાએથી યોગ્ય શરતો નક્કી કરીને આપવામાં આવે તેવું સૂચન પણ કર્યુ છે.
 
ઊદ્યોગ-ધંધા ફરી શરૂ થાય ત્યારે પ્રવર્તમાન પરિસ્થિતીને ધ્યાને રાખી સોશિયલ ડિસ્ટન્સીંગ, માસ્કના ફરજિયાત ઉપયોગ સહિતની બાબતોના અવશ્યપણે પાલન માટે પણ સૂચનાઓ આપી છે. તેમણે જણાવ્યું કે, આવા ઊદ્યોગ-ધંધા શરૂ કરનારાઓએ કામદારો-શ્રમિકોના આરોગ્યનું કામના સ્થળે પરિક્ષણ, કામકાજના સ્થળને સમયાંતરે ડિસઇનફેકટ કરવું તેમજ કામદારોના આવવા-જવાના સમયે ભીડભાડ ન થાય તે માટે સ્ટેગર્ડ ટાઇમ અને ભોજન-લંચ બ્રેક નો સમય પણ સ્ટેગર્ડ કરવાની સૂચનાઓ તથા નિયમોનું પાલન કરવાનું રહેશે.