શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 24 ઑક્ટોબર 2019 (16:21 IST)

અલ્પેશ ઠાકોરને ભારે પડ્યું ભાજપમાં જોડવવું, રાધનપુરમાં મળી હાર

મહારાષ્ટ્ર અને હરિયાણાની વિધાનસભા ચૂંટણીમાં નહીં પરંતુ ગુજરાતમાં પણ ભાજપને નુકસાન થતું જોવા મળી રહ્યું છે. ગુજરાતની 6 વિધાનસભા બેઠકો પર થયેલી પેટા ચૂંટણીમાં ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. બાયડ અને થરાદ વિધાનસભા બેઠક પર ભાજપને હારનો સામનો કરવો પડ્યો અને કોંગ્રેસની જીત પ્રાપ્ત કરી છે.
 
આ ઉપરાંત રાધનપુર બેઠક પર ભાજપના અલ્પેશ ઠાકોરને 3000 મતથી હારાવીને કોંગ્રેસના ઉમેદવાર રઘૂભાઇ દેસાઇએ જીત મેળવી છે. આ ઉપરાંત અમરાઇવાડી પર કોંગ્રેસ આગળ ચાલી રહી છે. ત્યારે ભાજપે ખેરાલુ અને લુનાવાડા બેઠક પર જીત હાંસલ કરી છે. એવામાં અલ્પેશ ઠાકોર અને ધવલ સિંહ ઝાલાને પાર્ટી બદલવાનું ભારે પડ્યું છે.
 
તમને જણાવી દઇએ કે, આ પેટા ચૂંટણીને મુખ્યમંત્રી વિજય રૂપાણી માટે પ્રતિષ્ઠાની લડાઇના રૂપમાં જોવામાં આવી રહી હતી. કેમ કે, 6માંથી ચાર સીટો સત્તાધારી ભાજપની પાસે હતી. રાધનપુરથી ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને બાયડમાં ધારાસભ્ય ધવલ સિંહ ઝાલાએ કોંગ્રેસ છોડી ભાજપમાં હાથ પકડયો હતો. આ પ્રકારે ભાજપને પેટા ચૂંટણીમાં ભારે નુકસાન ઉઠાવવું પડ્યું છે.
 
ઉલ્લેખનીય છે કે વોટિંગથી પહેલા સુધી અલ્પેશ ઠાકોર ચૂંટણી પ્રચાર દરમિયાન દાવો કરી રહ્યો હતો કે, તેને ગુજરાત સરકારમાં મંત્રી પદ મળશે. પરંતુ અલ્પેશ ઠાકોરના ચૂંટણી હરવા પર તેની યોજનાઓ પર પાણી ફરી વળ્યું છે. કેમ કે, ચૂંટણી પ્રચાર દરમિયાન પોતાને મંત્રી પદનો પ્રબળ દાવેદાર ગણાવતો જોવા મળ્યો હતો.
 
તેણે ચૂંટણી દરમિયાન અનેક વખત ભાજપના પક્ષની લાઈનથી દૂર જઈ એક નિવેદન પણ આપ્યું હતું. અલ્પેશ ઠાકોરે એક ચૂંટણી સભામાં કહ્યું હતું કે, જ્યારે તે કોંગ્રેસમાં હતો ત્યારે તે ઈચ્છે તેને ટિકિટ અપાવી શકતો હતો. અલ્પેશ કોંગ્રેસ માટે બોલતો હતો, પરંતુ તેની અસર ભાજપના નેતાઓ પર જોવા મળી રહી છે.
 
ભાજપની રણનીતિ રહી છે કે પાર્ટી બેઠક વહેંચણી અંગે નેતાની નહીં પાર્ટી નિર્ણય લે છે. અલ્પેશ ઠાકોરને તે સમયે કોંગ્રેસમાં તેની શક્તિ યાદ આવી હતી, જ્યારે ભાજપે કોંગ્રેસમાંથી આવેલા અલ્પેશ ઠાકોરને રાધનપુર વિસ્તારમાંથી વિધાનસભા પેટા-ચૂંટણી આપી હતી.