સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 10 નવેમ્બર 2020 (14:39 IST)

આ વર્ષે વિજય રૂપાણી નહી યોજે નૂતન વર્ષાભિનંદન મિલન સમારોહ

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રવર્તમાન કોરોના (કોવિડ-19) મહામારીની સર્જાયેલી સ્થિતીને ધ્યાને લઇ આગામી તા.૧૬ નવેમ્બર-ર૦ર૦ના નૂતનવર્ષ દિન નિમિત્તે પ્રજાજનો-નાગરિકો સાથે શુભેચ્છા આદાન-પ્રદાનનો યોજાનારો નૂતન વર્ષાભિનંદન મિલન સમારંભ આ વર્ષે મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે.
 
તદઅનુસાર, મુખ્યમંત્રી દ્વારા દર વર્ષે પ્રજાજનો સાથે નૂતનવર્ષ શુભેચ્છા આદાન-પ્રદાનનો નૂતનવર્ષ દિને યોજાતો પરંપરાગત નૂતન વર્ષાભિનંદન સ્નેહ મિલન સમારોહ આ વર્ષે યોજાશે નહિ. સૌ નાગરિક-ભાઇ બહેનોને આ અંગેની નોંધ લેવા સામાન્ય વહિવટ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે