શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 22 મે 2019 (13:21 IST)

મતગણતરીને લઈને ગુજરાત કોલેજ અને એલ ડી એન્જિનિયરિંગ ખાતે સજ્જડ બંદોબસ્ત

લોકસભાની ચૂંટણીના પરિણામોને લઇને લોકોના મનમાં એક જ સવાલ છે. સરકાર કોની બનશે? આ ક્ષણને હવે થોડાક જ કલાકો બાકી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં પણ મતગણતરીને લઇને તમામ તૈયારીઓ આટોપી લેવામાં આવી છે. અમદાવાદ પશ્ચિમ લોકસભાની બેઠકની ચૂંટણીની મતગણતરી ગુજરાત કોલેજ ખાતે થવાની છે ત્યારે ગુજરાત કોલેજમાં છેલ્લા એક મહિનાથી ઈવીએમ સ્ટ્રોમરૂમમાં મૂકવામાં આવ્યા છે. આવતીકાલની મતગણતરી દરમિયાનની સુરક્ષાને ભાગરૂપે તંત્ર દ્વારા થ્રી-લેયર વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ચૂંટણી ગણતરી જે વખતે ચાલતી હશે ત્યારે આઈકાર્ડ વગર કોઈપણ વ્યક્તિને ગેટથી જ અંદર પ્રવેશવા દેવામાં આવશે નહીં, તેના પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આવતીકાલે સવારે આઠ વાગ્યાથી મતગણતરી શરૂ થશે. અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠકની મતગણતરી ગુજરાત કોલેજ ખાતે કરવામાં આવશે જ્યારે અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકની મતગણતરી એલ.ડી એન્જીનયરીગ કોલેજ ખાતે કરવામાં આવશે. પોલીસ કમિશ્નરે જણાવ્યું કે, મતગણતરીને લઇને 500થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓ તૈનાત રાખવામાં આવ્યા છે. જે વિસ્તારમાં મતગણતરી થવાની છે, તે સમગ્ર વિસ્તારમાં CCTVથી નજર રાખવામાં આવી રહી છે. વડોદરા કમિશ્નરે શહેરીજનોને અપીલ કરી હતી. તેમણે કહ્યું કે, મતદાન જેવો જ સાથ સહકાર મતગણતરી સમયે આપવા નમ્ર અપીલ કરી છે.
 
 
 
Attachments area