મંગળવાર, 22 એપ્રિલ 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 17 નવેમ્બર 2019 (11:17 IST)

10માં ધોરણના વિદ્યાર્થીઓ 18 નવેમ્બર નહી પરંતુ આ તારીખ સુધી ભરે શકે છે ફોર્મ

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-2020માં લેવાનારી ધોરણ 10ની પરીક્ષાના ફોર્મ સ્વીકારનારની છેલ્લી તારીખ લંબાવીને 25મી નવેમ્બર કરવામાં આવી છે. 
 
19મી ઓક્ટોબરથી ફોર્મ ભરવાની કાર્યવાહી શરૂ થઈ હતી. આ કાર્યવાહી 18 નવેમ્બર સુધી રેગ્યુલર ફી સાથે ફોર્મ ભરી શકાશે તેવી જાહેરાત કરી હતી. પરંતુ ઘણાં વિદ્યાર્થીઓના ફોર્મ ભરવાના બાકી રહી ગયા હોવાથી બોર્ડ દ્વારા નિર્ણય કરાયો છે. 26મી નવેમ્બરથી 18મી ડિસેમ્બર દરમિયાન ત્રણ તબક્કાઓ સુધી લેઇટ ફી સાથે આવેદનપત્રો ભરી શકાશે.