શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 15 મે 2020 (15:33 IST)

ગુજરાત સરકાર દ્વારા આજે લૉકડાઉનની બ્લૂ પ્રિન્ટ તૈયાર કરી કેન્દ્રને મોકલાશે

ગુજરાતમાં પણ લોકડાઉન 4 નવા રૂપરંગ સાથે સોમવારથી અમલી બનવા જઈ રહ્યું છે. ત્યારે રાજ્યમાં રાત્રી લોકડાઉન રહે તેમજ બાકીના અન્ય વિસ્તારોમાં વેપાર-ધંધા કોલવામાં આવી શકે છે. જે અંગે આજે મુખ્યમંત્રી નિવાસસ્થાને વધુ એક બેઠક મળનારી છે. તેમાં અધિકારીઓ  અને મંત્રીઓ હાજર રહેશે. જેમાં લોકડાઉન 4ને હળવું કરવા માટે કેવા પ્રકારની છૂટછાટ અને કેવી પ્રવૃત્તિ કરી શકાશે અને કયા કયા વેપાર ધંધા હજુ બંધ રાખવા પડશે તેની આખરી બ્યૂ પ્રિન્ટ આપવામાં આવનાર છે.લોકડાઉનમાં કોરોના–કોરોના કરીને ઘરમાં બહુ રહી લીધું હવે આર્થિક કામગીરીમાં લાગવું પડશે તેવા નિવેદનથી નાયબ મુખ્યમંત્રીએ લોકડાઉન–4 ખુબ જ હળવું અને આર્થિક પ્રવૃતિને વધુ વેગ આપતું હશે તેવું સ્પષ્ટ્રપણે જણાવી દીધું છે. તે સંજોગોમાં ગુજરાતમાં લોકડાઉન ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં વધુ હળવું કરવામાં આવે અને રેડ ઝોનના પણ કન્ટેનમેન્ટ વિસ્તાર સિવાય પણ વેપાર ધંધા ચોક્કસ સમય માટે ખુલ્લું રાખવામાં આવે તેવી શક્યતા છે. રેડ ઝોનમાં રાત્રી લોકડાઉન રાખવામાં આવે તેમ છે.