રવિવાર, 25 ફેબ્રુઆરી 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 15 મે 2020 (15:25 IST)

લંડન અને કુવૈતથી આવેલા 30 NRI લોકોને હોટલમાં ક્વોરન્ટીન કરાતાં હોબાળો મચાવ્યો

વંદે ભારત મિશન હેઠળ  કુવૈત-લંડનથી આણંદ આવેલા 84 NRIઓને  ગુરૂવાર સવારે તંત્ર દ્વારા પેઇડ હોટલમાં કવોરોન્ટાઇન કરવાનું જણાવતાં NRIઓઅે હોબાળો મચાવ્યો હતો. આણંદ જીલ્લામાં છેલ્લા બે દિવસથી વંદે ભારત મિશન અંતર્ગત વિદેશમાંથી કુલ 125 ભારતીયોને આણંદ ખાતે સ્પેશ્યલ ફલાઇટમાં લાવવામાં આવ્યા છે જેમાં ફિલિપાઇન્સથી 41 અને કુવૈત-યુકેમાંથી 84 વ્યક્તિ (એનઆરઆઇ)ને આણંદ લાવવામાં આવ્યા છે.  ગુરૂવારે કુવૈત-યુકેથી લાવવામાં આવેલ 7 જેટલી લકઝરીના એનઆરઆઇઓને નિજાનંદ રીસોર્ટ, રામા રેસીડન્સી ખાતે ઉતારવામાં આવ્યા હતા પરંતુ બે જેટલી લકઝરીમાં લંડનથી આવેલા NRIઓને તંત્ર દ્વારા લાકાસા ઇન હોટલમાં રાખવામાં આવશે તેમ જણાવ્યુ હતું. આથી 30 ઉપરાંત એનઆરઆઇઓએ 14 દિવસનું મોંઘુ પેકેજ જણાવતા હોંશ ઉડી ગયા હતા. આથી તેમને રીતસરનો હોબાળો મચાવ્યો હતો. આ સમયે પ્રાંત અધિકારી ગઢવી સમક્ષ રજૂઆત કરી હતી.  ઘટનાસ્થળે પોલીસ પણ દોડી આવી હતી.  આખરે કેટલાંક NRIવર્ગ માટે સારસા વ્યવસ્થા કરવામાં આવતા મામલો શાંત પડ્યો હતો. જો કે, લંડનના NRIઓ દ્વારા વડતાલ હોસ્ટેલમાં જવાની માંગણી કરાઇ હતી. પરંતુ કેટલાંક  નડીયાદના હોઇ તંત્ર દ્વારા ઇન્કાર કરવામાં આવતો હતો. આણંદ જીલ્લામાં ગુરૂવારે કુવૈત-લંડનથી આવી પહોંચેલા કેટલાંક એનઆરઆઇઓને પસંદગી પ્રમાણેની પેઇડ હોટલમાં રહેવાની સમજણ ફેર થતી હોઇ બબાલ થઇ હતી. આથી હોટલ લાકાસા ઇન સ્થળ પર પહોંચીને સમજાવટ કર્યા બાદ સારસા ખાતે જવા માંગતા એનઆરઆઇઓને લકઝરી બસથી વ્યવસ્થા પૂરી પાડવામાં આવી હતી. જ્યાં તેઓનું નિયમિત મેડીકલ ચેકઅપ પણ કરવામાં આવનાર છે. એમ પ્રાંત કલેકટર એ.એસ.ગઢવી એ જણાવ્યું હતું