શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શુક્રવાર, 10 એપ્રિલ 2020 (12:03 IST)

રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય: પોલીસ હેડ કોન્સટેબલ તથા તેની ઉપરના પોલીસ અધિકારીઓને આપી આ સત્તા

કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે રાજ્યમાં લોકડાઉનનો ચુસ્ત પણે અમલ થઈ રહેલ છે. આ લોકડાઉન દરમિયાન પોલીસ દ્વારા લોકડાઉનના ભંગ તથા મોટર વાહન કાયદા હેઠળની જોગવાઇઓ મુજબ ડીટેઇન કરેલા વાહનો મુકત કરાવવા વાહન માલિકને પોલીસ તથા આર. ટી. ઓ. એમ બે કચેરીએ જવું ન પડે તથા સોશિયલ ડીસન્ટસીંગ પણ જળવાય તે હેતુથી લોકડાઉન દરમિયાન વાહન ડીટેઇન કરવાના ગુન્હાઓ સમાધાન શુલ્ક લઇ ત્વરીત નિકાલ કરવાનો રાજય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. આ માટે  જાહેરનામા દ્વારા પોલીસ હેડ કોન્સટેબલ તથા તેની ઉપરના પોલીસ અધિકારીઓને સત્તા આપવામાં આવી છે.
 
યાદીમાં વધુમાં જણાવ્યા અનુસાર રાજય સરકારે તા.૧૨/૦૯/૨૦૧૯ના જાહેરનામાથી ટ્રાફીક ગુન્હાઓ માંડવાળ કરવા માટેની માંડવાળ ફી (સમાધાન શુલ્ક) લેવાનું નક્કી કરાયું  છે. લોકડાઉન પીરીયડ દરમયાન ડીટેઇન થયેલા વાહનોના સબંધમાં આ જાહેરનામા હેઠળ માંડવાળ ફી લઇ શકાશે.
 
અત્રે ઉલલેખનીય છે કે તા. ૧ર/૦૯/૨૦૧૯ના જાહેરનામા પ્રમાણે દસ્તાવેજ રજુ કરવા ચેકીંગ મેમો આપ્યાથી ૧૫ દિવસનો સમય આપવામાં આવ્યો છે. આ દસ્તાવેજો ડીજીલોકરથી પણ રજુ કરી શકાય છે. દસતાવેજોની વેલીડીટી તા.૦૧/૦૨/૨૦૨૦ થી તા.૩૦/૦૬/૨૦૨૦ દરમ્યાન પુરી થઇ ગઇ હોય તો પણ ભારત સરકારના તા.૩૦/૦૩/૨૦૨૦ની એડવાઇઝરી મુજબ આ વેલીડીટી તા. ૩૦/૦૬/૨૦૨૦ સુધી માન્ય ગણાય છે.