ગજબનો કિસ્સોઃ સુરતમાં સ્માર્ટ ટીવી હેક કરીને અંગત પળોનો વીડિયો પોર્ન સાઈટ પર પહોંચાડ્યો
સુરતમાં હેકિંગની ચોંકાવનારી ઘટના સામે આવી છે. સુરતમાં એક દંપતી અંગત પળોનો વીડિયો પોર્ન સાઈટ પર મૂકાયો હતો. જે વ્યક્તિનો વીડિયો શૂટ થયો હતો તે વ્યક્તિએ પોર્ન સાઈટ ખોલી અને ત્યાં તેને પોતાનો જ વીડિયો મળતા તે ચોંકી ઉઠ્યો હતો. આ અંગે યુવકે પોતાની પત્નીને વાત કરી તો તે પણ ચોંકી ઉઠી હતી. સાયબર ક્રાઈમની મદદથી આ અંગે તપાસ શરૂ કરાઈ હતી અને આ કરામત સ્માર્ટ ટીવી હેક કરીને કરવામાં આવી હતી તેવું સામે આવ્યું હતું. ટીવી સ્માર્ટ હોવાથી કોઈ અજાણ્યા ભેજાબાજે ટીવી સાથે કેમેરો હેક કરીને તમામ અંગત પળોનું શૂટિંગ કર્યું હતું. સાયબર એક્સપર્ટની મદદ લઈને વીડિયોને પોર્ન સાઈટથી હટાવી દેવાયો છે.
સુરતના પોશ વિસ્તારમાં રહેતા એક યુવકને પોર્ન સાઈટ જોવાની આદત હતી. આ પોર્ન સાઈટ પર તે પોતાની પત્ની સાથે ઘરના બેડરૂમમાં માણેલી અંગત પળોનો વીડિયો જોઈને ડઘાઈ ગયો હતો. આ યુવક એક ખાનગી કંપનીમાં મેનેજર તરીકે કામ કરે છે. તેને સંતાનમાં એક પાંચ વર્ષની દીકરી છે. તેણે પોતાનો વીડિયો પત્નીને બતાવતા પત્ની પણ ડઘાઈ ગઈ હતી. આખરે કેવી રીતે બંનેની અંગત પળો પોર્ન સાઈટ સુધી પહોંચી ગઈ હતી. ત્યારે યુવકે આ કોયડાનો ઉકેલ મેળવવા માટે સાઈબર એક્સપર્ટની મદદ લીધી હતી.સાયબર એક્સપર્ટસે યુવકના બેડરૂમમાં તપાસ કરી હતી. જેમાં તેને કોઈ જ પ્રકારના હિડન કેમેરા કે અન્ય હાઈફાઈ ટેકનોલોજી મળી ન હતી. તેથી પહેલા તો તે પણ ચોંકી ગયો હતો કે, આખરે વીડિયો ઉતારાયો કેવી રીતે. ત્યારે તેની નજર બેડરૂમમાં મૂકાયેલ સ્માર્ટ ટીવી પર ગઈ હતી. આખરે આ વીડિયો સ્માર્ટ ટીવીના માધ્યમથી લેવાયો હોવાનો સાયબર એક્સપર્ટસે ખુલાસો કર્યો હતો. સ્માર્ટ ટીવીને હેક કરીને વીડિયો લેવાયો હતો એ એવી રીતે કે, સ્માર્ટ ટીવી સાથે વેબ કેમેરો પણ હોય છે. તેમજ માઈક્રો ફોન, સ્પાય કેમેરો પણ એટેચ હોય છે. સ્માર્ટ ટીવી ઈન્ટરનેટ સાથે પણ કનેક્ટેડ હોય છે. તેથી જો તેને હેક કરવું સરળ છે. કોઈ હેકર્સ બેડરૂમનો સ્માર્ટ ટીવી હેક કરીને આ કરતૂત કરી હતી. જેનો ભોગ સુરતનું દંપતી બન્યું છે.
એવુ સાંભળવા મળ્યુ છે કે દંપતિ ગભરાય ગયુ છે. જો કે આ મામલાની કોઈ ફરિયાદ મળી ન અથી. ઘટના સામે આવ્યા પછી લોકોએ પોતાના બેડરૂમમાંથી સ્માર્ટ ટીવી હટાવવા શરૂ કરી દીધા છે.
કેવી રીતે હેક થાય છે સ્માર્ટ ટીવી
મોટાભાગના સ્માર્ટ ટીવીને ઈંટરનેટ દ્વારા ચલાવાય છે. આ કારણે તેમના હૈક થવાની શક્યતા બની રહે છે. જો તમે ટીવી પર કોઈ એપ ડાઉનલોડ કર્યો છે તો તેનો એક્સેસ પણ હૈકર પાસે પહોંચી જાય છે. ઈંટરનેટ સાથે જોડાયેલા હોવાને કારણે હૈકર સહેલાઈથી સ્માર્ટ ટીવી સાથે કનેક્ટ કરી લે છે અને તેના ફ્રંટ કેમરા દ્વારા વીડિયો અને ફોટો મેળવી લે છે.