સંબંધિત સમાચાર
- જગન્નાથ પુરી મંદિરથી સંકળાયેલા કેટલાક રોચક અને આશ્ચર્યજનક તથ્ય
- ડીસામાં દબંગ બિલ્ડર સામે ભાજપની સરકાર અને તંત્ર લાચાર
- પુત્રના લગ્નનો ઉત્સાહ માતમમાં ફેરવાયો, લગ્નમાંથી પરત ફરી રહેલ માતા પિતા સહિત 5નુ અકસ્માતમાં મોત
- RajyaSabha Election: અમિત શાહ ગુજરાત પહોચતા જ કોંગ્રેસ ધારાસભ્યોએ ગાંધીનગર છોડ્યુ
- સૌની યોજના ન હોત તો સૌરાષ્ટ્ર-કચ્છમાં જળ સંકટ સર્જાયુ હોત: વિજય રૂપાણી
રાજ્યના ૫૦ તાલુકાઓમાં વરસાદ, ધાનેરામાં 3 ઇંચ, મેઘરજ, ડીસા, સુરત શહેર અને મેંદરડામાં 2 ઇંચ વરસાદ
રાજ્યમાં ધીમી ધારે વરસાદી માહોલમાં વરસી રહેલા વરસાદે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ૫૦ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસાવ્યો છે. રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તારીખ ૦૪/૦૭/૨૦૧૯ના રોજ સવારે છ કલાકે પુરા થતાં ૨૪ કલાક દરમિયાન બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાં ૭૪ મી.મી. એટલે કે ત્રણ ઇંચ જેટલો જ્યારે ડીસામાં ૬૦ મી.મી., મેઘરજમાં ૬૧ મી.મી., સુરત શહેરમાં ૫૯ મી.મી. અને મેંદરડામા ૫૦ મી.મી. મળી કુલ ચાર તાલુકાઓમાં બે ઇંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.
આ ઉપરાંત લાખણી, અમીરગઢ, રાણપુર, કવાંટ, વઢવાણ, હાલોલ, વીરપુર, અમરેલી, પાલનપુર, ઠાસરા, ગોધરા, ભીલોડા, કોટડા સાંગાણી, બાલાસિનોર, ચોર્યાસી મળી કુલ ૧૬ તાલકાઓમાં એક ઇંચથી વધુ જ્યારે અન્ય ૨૯ તાલુકાઓમાં અડધો ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો છે. ચાલુ મોસમનો રાજ્યનો કુલ સરેરાશ વરસાદ ૧૬.૫૭ ટકા જેટલો નોંધાયો છે. જેમાં કચ્છ રીજીયનમાં ૬.૨૭ ટકા, ઉત્તર ગુજરાતમાં ૧૫.૮૫ ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં ૧૩.૬૯ ટકા, સૌરાષ્ટ્રમાં ૧૮.૦૬ ટકા અને દક્ષિણ ગુજરાતમાં ૧૮.૩૪ ટકા જેટલો સરેરાશ વરસાદ થયો છે.
