શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 30 નવેમ્બર 2018 (10:55 IST)

પુત્રના લગ્નનો ઉત્સાહ માતમમાં ફેરવાયો, લગ્નમાંથી પરત ફરી રહેલ માતા પિતા સહિત 5નુ અકસ્માતમાં મોત

ડીસા મંડાર હાઈવે પર ગુરુવારે મોડી રાતે ગમખ્વાર ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં સ્વિફ્ટ કાર અને બે ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાતા વાહનોમાં આગ લાગી હતી. જેના કારણે પાંચ લોકો બળીને ખાખ થઈ ગયા હતાં. આ સમગ્ર ઘટનાની પોલીસે તપાસ હાથ ધરી છે. આ કારમાં સવાર લોકો પોતાના પુત્રના લગ્નમાંથી પરત ફરી રહ્યાં હતાં. જેમાં વરરાજાના માતા-પિતા સહિત અન્ય 3 લોકો સવાર હતાં. અકસ્માતના કારણે લગ્નનો માહોલમાં માતમ છવાઈ ગયો હતો
 
મળતી માહિતી પ્રમાણે મંડારમાં પુત્રના લગ્નમાંથી અમીરગઢ પરિવાર પાછો ફરી રહ્યો હતો, ત્યારે આ ગોઝારો અકસ્માત સર્જાયો. કારમાં સવાર પરિવારના ઘરે જ લગ્નપ્રસંગ હતો. વરરાજાના માતા-પિતા સહિત બીજા ત્રણ લોકોના મોત થયા છે. લગ્નનો માહોલ માતમમાં ફેરવાઇ ગયો છે. સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે, મંડારમાં પુત્રના લગ્નમાંથી અમીરગઢ પરિવાર પરત ફરી રહ્યો હતો ત્યારે આ ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. કારમાં સવાર પરિવારના ઘરે જ લગ્નપ્રસંગ હતો. વરરાજાના માતા-પિતા સહિત અન્ય સહિત પાંચ લોકોનાં મોત નિપજ્યાં હતા. લગ્નનો માહોલ માતમમાં ફેરવાઇ ગયો છે. મૃતક પરિવારમાં આજે પુત્રીનાં લગ્ન હતા.