શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: સોમવાર, 1 જુલાઈ 2019 (12:12 IST)

સુરત એરપોર્ટ પર પાણી ભરાવાને કારણે ફ્લાઇટ લપસી, 47 મુસાફરોનો આબાદ બચાવ

ભોપાલથી સુરત આવી રહેલી ફ્લાઇટ સુરત એરપોર્ટનાં રન વે પર ઉતરીને લપસીને બહાર જતી રહી હતી. જેના કારણે 47 મુસાફરો, બે પાયલોટ અને ચાર ક્રૂ મેમ્બરનો આબાદ બચાવ થયો હતો. આ બાદ રનવેને બંધ કરી દેવાયો હતો. ત્રણથી વધુ ફ્લાઇટોને ડાયવર્ટ કરાઈ હતી. એરપોર્ટ આસપાસ ભારે વરસાદ પડી રહ્યો હતો. એરપોર્ટમાં પણ પાણી ભરાઇ ગયા હતા જેને કારણે ફ્લાઇટના સ્કીડની આ ઘટના બની હોવાનું માનવામાં આવે છે.આ ઘટનામાં કોઈ જાનહાનીનાં સમાચાર નથી. પરંતુ અચાનક મુસાફરોને ઝટકો લાગતાં મુસાફરોએ ફ્લાઇટમાં બૂમાબૂમ કરી દીધી હતી.

આ આકસ્મિક ઘટનાને પગલે એરપોર્ટ ઓથોરિટીએ તરત જ રન વે એક કલાક માટે બંધ કરી દીધો હતો અને બીજી ફલાઈટોને અન્ય શહેરો તરફ વાળી હતી. મોડી સાંજ પછી સુરતમાં વરસાદ પડી રહ્યો છે અને વેસુ વિસ્તારમાં એરપોર્ટ નજીક ભારે વરસાદ હોવાને કારણે ફ્લાઇટ રન-વે પરથી લપસી ગઇ હોવાનું માનવામાં આવી રહ્યું છે.