ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Updated :નવી દિલ્હી. , શનિવાર, 29 જૂન 2019 (17:56 IST)

સુકન્યા સમૃદ્ધિ યોજના સહિત અનેક નાની બચત પર સરકારે આપ્યો ઝટકો

સરકારે નાની બચત યોજનાઓ પર સામાન્ય લોકોને મોટો ઝટકો આપ્યો છે. અનેક નાની બચતમાં વ્યાજની દરને ઘટાડી દેવામાં આવી છે. સુકન્યા સમૃદ્ધિ ખાતા પર હવે 8.4 ટકા વ્યાજ મળશે. જે હાલ 8.5 ટકા છે. 
 
રાષ્ટ્રીય બચત પ્રમાણપત્ર અને લોક ભવિષ્ય નિધિ સહિત અન્ય નાની બચત પર સરકારે શુક્રવારે જુલાઈ સપ્ટેમ્બર ત્રિમાસિક માટે વ્યાજ દર 0.1 ટકા ઓછા કરી દીધી. 
 
 
બેકિંગ ક્ષેત્રમાં વ્યાજ દરમાં આવી રહેલ કમીને જોતા સરકારે આ પગલુ ઉઠાવ્યુ છે. ભારતીય રિઝર્વ બેંક આ વર્ષે 3 વારમાં પોતાની નીતિગત દરમાં કુલ મળીને 0.75 કપાત કરી ચુક્યુ છે. 
 
બચત ખાતા જમા પર વ્યાજ દરને છોડીને સરકારે અન્ય બધી યોજનાઓ પર વ્યાજ દરમાં 0.1 ટકાની કમી કરી છે. બચત જમા ખાતા પર વ્યાજ દર 4 ટકા વાર્ષિક જ બનશે. 
 
નાણાકી મંત્રાલયે નાણાકીય વર્ષ 2019-20ની બીજી ત્રિમાસિક માટે સશોધિત વ્યાજ દરની અધિસૂચના રજુ કરી છે. સરકારે નિર્ણયના આધાર પર લઘુ બચત યોજનાઓ માટે ત્રિમાસિક આધાર પર વ્યાજ દર અધિસૂચિત કરવામાં આવે છે. 
 
આ કપાત પછી હવે પીપીએફ અન એનએસસી પર વાર્ષિક વ્યાજ દર 7.9 ટકા થશે જે હજુ પણ 8 ટકા છે. બીજી બાજુ 113 મહિનાની પરપક્વતાવાળા ખેડૂત વિકાસ પત્ર કેવીપી પર 7.6 ટકાનુ વ્યાજ મળશે.  હજુ આ 112 મહિનાની પરિપક્વતા પર 7.7 ટકા છે. સુકન્યા સમૃદ્ધિ ખાતા પર હવે 8.4 ટકા વ્યાજ મળશે જે હાલ 8.5 ટકા છે. 
 
1 થી 3 વર્ષના સમયવાળા સાવધિ જમા પર હવે 6.9 ટકા અને 5 વર્ષના સમય પર 7.7 ટકાના દરે વ્યાજ મળશે.  આવર્તિ જમા માટે આ વ્યાજ 7.3 ટકાને બદલે 7.2 ટકા થશે.  5 વર્ષની અવધિવાળી વરિષ્ઠ નાગરિક બચત યોજના પર વ્યાજ દર હવે 8.7 ટકાને બદલે 8.6 ટકા મળશે.