શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: નવી દિલ્હી. , શુક્રવાર, 28 જૂન 2019 (11:41 IST)

Gold-Silver Outlook: સોના 200 રૂપિયાથી વધુ ગબડ્યો, આજે ખરીદી કરો કે વેચો

સોનાનો ભાવ ખૂબ ઘટી ગયો છે. જેને સાંભળીને તમે ચોંકી જશો. ઉપરીભાવ પર નફાવસૂલી હાવી થવાથી ગુરૂવારે ઘરેલુ વાયદા બજાર મલ્ટી કમોડિટી એક્સચેંજ (MCX) પર સોનાની કિમંતોમાં ઘટાડો નોંધવામાં આવ્યો. ગુરૂવારે સોનુ ઓગસ્ટ વાયદા 222 રૂપિયા ગબડીને 34,165 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તર પર બંધ થયુ છે. 
 
બીજી બાજુ ઓક્ટોબર વાયદ્દા 223 રૂપિયાના ઘટાડા સાથે 34,372 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તર પર બંધ થયુ છે.  ગુરૂવારે ઓગસ્ટ વાયદામાં 12,757 લૉટમાં વેપાર નોંધવામાં આવ્યો છે. માહિતગારો મુજબ આજના વેપારમાં સોના અને ચાંદીમાં ઉતાર-ચઢાવ સાથે વેપાર થઈ શકે છે.  કેટલાક માહિતગાર ઘટાડા પર ખરીદારીની સલાહ આપી રહ્યા છે તો કેટલાક માહિતગાર હજુ પણ વેચવાલી પર કાયમ છે. 
 
વિશેષજ્ઞો મુજબ આજનો કારોબાર 
 
કેડિયા કમોડિટીના મેનેજીંગ ડાયરેક્ટર અજય કેડિયા મુજબ શુક્રવારે પણ સોના અને ચાંદીમાં ઘટાડાની આશંકા છે. તેમનુ કહેવુ છે કે MCX પર સોનુ ઓગસ્ટ વાયદામાં 34,250 રૂપિયાના ભાવ પર વેચવાલી કરવી જોઈએ. આ ઉપરાંત આ સૌદા માટે 34,400 રૂપિયાનુ સ્ટૉપલૉસ અને લક્ષ્ય 34,050-33,900 રૂપિયા રાખવુ જોઈએ. ચાંદી જુલાઈ વાયદામાં 37,450-37,300 ના લક્ષ્ય માટે 37,650  રૂપિયા પર વેચવાલી કરે. ચાંદીમાં સ્ટૉપલૉસ 37,850  રૂપિયા રાખો.