બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 25 એપ્રિલ 2019 (11:35 IST)

Gold/Silver Rate Today - સોના-ચાંદીના ભાવમાં આજે આવ્યો ઉછાળ

ગુરૂવારે સોનાની કિમંતોમાં ઉછાળો જોવા મળ્યો છે.  દિવસનો વેપાર શરૂ થતા સોનુ 212 રૂપિયાના ઉછાળા સાથે 31774 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તર પર પહોચી ગયુ છે.  ઓલ ઈંડિયા શરાફા એસોસિએશનના મુજબ બુલિયન માર્કેટમાં સોનાની કિમંતોમાં વધારો સ્થાનીક જ્વેલર્સની વધેલી માંગને કારણે જોવા મળ્યો. ઉલ્લેખનીય છે કે છેલ્લા બે દિવસથી સોનાના ભાવમાં સતત ઘટાડો જોવા મળ્યો હતો. 
 
ચાંદીની કિમંતમાં પણ વધારો જોવા મળ્યો છે. કિલોગ્રામના સ્તર પર ચાંદીનો ભાવ વધ્યો છે. આજે બજારમાં ચાંદીનો ભાવ એક કિલોનો ભાવ 379 રૂપિયા વધીને 37345 રૂપિયા રહ્યો છે.