શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: નવી દિલ્હી. , બુધવાર, 26 જૂન 2019 (16:42 IST)

બાટા (BATA) ની લિસ્ટિંગના 46 વર્ષ પુરા, 30 હજારનો શેયર બની ગયો 1 કરોડ રૂપિયાનો

શેયર બજારમાં બાટાએ 46 વર્ષ પુરા કરી લીધા છે. ઉલ્લેખનીય છે કે ખૂબ ઓછા લોકો જાણે છે કે બાટા ચેક રિપબ્લિક દેશની કંપની છે અને લગભગ 90 વર્ષ પહેલા આ કંપનીએ ભારતમાં પગ મુક્યા હતા. જો કે બાટાએ ખુદને ભારતીય વાતાવરણમાં એવુ ભેળવી દીધુકે  લોકોને લાગે છે કે આ અહીની કંપની છે. આજે પણ ઘણા બધા લોકો તેના પછળની હકીકત વિશે જાણતા નથી.  બાટાના લિસ્ટિંગના સમય કરવામાં આવેલ રોકાણથી રોકાણકારોને કરોડોનો ફાયદો થઈ ચુક્યો છે. 
 
જૂન 1973 માં થઈ હતી લિસ્ટિંગ. 
 
ભારતીય શેયર માર્કેટમાં બાટાની લિસ્ટિંગ જૂન 1973માં થઈ હતી. તેનો આઈપીઓ (IPO) 30 રૂપિયા પ્રતિ શેરના ભાવ પર આવ્યો હતો. કંપનીની લિસ્ટિંગના 46 વર્ષ પુરા થઈ ચુક્યા છે. 46 વર્ષમાં કંપનીએ લગભગ 333 ગણુ રિટર્ન  આપ્યુ છે. 
 
46 વર્ષમાં રોકાણકાર બની ચુક્યા છે કરોડપતિ 
 
માની લો કે કોઈ રોકાણકારે જૂન 1973માં બાટામાં 30 હજાર રૂપિયાનુ રોકાણ કર્યુ હતુ. એ રોકાણની વેલ્યુ જો આજે આંકવામાં આવે તો લગભગ 1 કરોડ રૂપિયા થઈ ચુક્યા છે.  બાટાના જૂન 1973ના 1 હજાર શેયર સિપ્લટ અને બોનસને કારણે 2015 સુધી 7 હજાર શેયર થઈ ચુક્યા છે.  આ દરમિયાબ બાટાએ 3 વાર રાઈટ્સ ઈશ્યુ પણ રજુ કર્યુ છે. 
 
1984માં થઈ હતી કંપનીની શરૂઆત 
 
1894માં થૉમસ બાટાએ કંપનીને શરૂ કરી હતી. ભારતમાં કંપની એક ખાસ મકસદથી આવી હતી. ઉલ્લેખનીય છે કે કંપની રબર અને ચામડાની શોધ કરતા અહી દાખલ થઈ અહ્તી. 1939માં કંપનીએ કલકત્તામાં પોતાનો વેપાર શરૂ કર્યો. કંપનીએ બાટાનગરમાં અફેલી શુ મશીનને સ્થાપના કરી. ઉલ્લેખનેય છે કે ભારત બાટાનુ બીજુ સૌથી મોટુ માર્કેટ છે. વર્તમાન સમયમાં બાટાના 1375 રિટેલ સ્ટોલ ચાલી રહ્યા છે.