શુક્રવાર, 28 ફેબ્રુઆરી 2025
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાતી સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Updated : ગુરુવાર, 27 ફેબ્રુઆરી 2025 (09:43 IST)

Gujarat Live news- સુરતના કાપડ બજારમાં લાગી આગ, ધુમાડાથી ઘેરાયો વિસ્તાર

Gujarat Live news- સુરતના કાપડ બજારમાં લાગી આગ, ધુમાડાથી ઘેરાયો વિસ્તાર

સુરતના રિંગ રોડ વિસ્તારમાં આવેલા કાપડ માર્કેટના બેસમેન્ટમાં મંગળવારે બપોરે આગ લાગી હતી, જેને સાંજ સુધીમાં કાબુમાં લેવામાં આવી હતી. બીજા દિવસે, બુધવારે સવારે, બજારમાં ફરી આગ લાગી, જેના કારણે લોકો ગભરાઈ ગયા. આગ ઓલવવામાં લગભગ 150 ફાયર બ્રિગેડના કર્મચારીઓ રોકાયેલા હતા.


09:36 AM, 27th Feb
આજથી ધો. 10-12ના 14.28 લાખ વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષા
 
Gujarat Board Exam: ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આજથી (27મી ફેબ્રુઆરી) રાજ્યમાં ધોરણ 10 અને 12ની મુખ્ય જાહેર બોર્ડ પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે. ધોરણ 10-12ના કુલ 14.28 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. આ વર્ષે 1.10 લાખથી વધુ વિદ્યાર્થી ઘટતા સ્કૂલ બિલ્ડિંગ અને બ્લોકની સંખ્યા ઘટી છે.