ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 23 સપ્ટેમ્બર 2022 (10:44 IST)

શિક્ષકના ટોર્ચરથી વિધાર્થીનીનો આપઘાત, વિદ્યાર્થીનીએ ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો

suicide
જામનગરમાં 14 વર્ષની વિદ્યાર્થીનીએ આપધાત કરતા મામલો ગરમાયો છે. ધ્રોલ તાલુકામાં આવેલી શ્રી ગણેશ વિદ્યા સંકુલમાં વિદ્યાર્થીની અભ્યાસ કરતી હતી. જ્યાં હોસ્ટેલમાં વિદ્યાર્થીનીએ ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો છે. વિદ્યાર્થીનીના આપઘાત બાદ પરિવારજનોએ શિક્ષક અને ટ્રસ્ટી પર ગંભીર આક્ષેપો કર્યા છે. જામનગરના ધ્રોલ તાલુકાના ખારવા ગામ પાસે આવેલી શ્રી ગણેશ વિદ્યા સંકુલમાં મંગળવારે અભ્યાસ કરતી એક વિદ્યાર્થિનીએ તેના હોસ્ટેલના રૂમમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી છે. ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી હતી અને લાશને પોસ્ટમોર્ટમ માટે જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.