1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 21 સપ્ટેમ્બર 2021 (12:23 IST)

Gujarat New Cabinet- ગુજરાતના નવા મંત્રીઓની ક્રાઈમ કુંડળી

ભાજપની નવી  સરકારમાં કુલ 25 મંત્રીઓ પૈકી 7 મંત્રીઓ એવા છે જેમની સામે પોલીસ ચોપડે ગુના નોંધાયેલા છે. એટલું જ નહીં, જીતુ ચૈાધરી સામે ગંભીર કહી શકાય તેવી કલમો સાથે ગુના નોધાયા છે. નવા પ્રધાનમંડળમાં  કુલ 28 ટકા મંત્રીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે.
 
શિક્ષણમંત્રી જીતુ વાઘાણી સામે મહારાષ્ટ્રમાં ચેક બાઉન્સ થવાના કેસો નોંધાયેલા છે. વાહન વ્યવહાર- નાગરિક ઉડ્ડયન મંત્રી અરવિંદ રૈયાણી સામે મારામારી, શાંતિભંગ અને ગુનો કરવા ઉશ્કેરવી એ મુદ્દે પોલીસે ચોપડે ગુનો નોંધાયેલો છે. મહેસૂલ અને કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી ય આ મામલે બાકાત રહ્યા નથી.
 
ગુના નોંધાયેલ છે તે પ્રધાનોના નામ
(1) જામનગરના ધારાસભ્ય રાઘવજી પટેલ- એક કેસ નોંધાયેલો છે
(2) વડોદરાના ધારાસભ્ય રાજેન્દ્ર ત્રિવેદી- એક કેસ નોંઘાયેલો છે
(3) ભાવનગરના ધારાસભ્ય જીતુ વાઘાણી- ચાર કેસ નોંધાયેલા છે
(4) સુરતના ધારાસભ્ય હર્ષ સંઘવી- 3 કેસ અને 1 ગંભીર ગુનાનો કેસ નોંધાયેલો છે
(5) રાજકોટ પૂર્વના ધારાસભ્ય અરવિંદ રૈયાણી- એક કેસ નોંધાયેલો છે
(6) વલસાડના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી- એક કેસ અને 1 ગંભીર ગુનાનો કેસ નોંધાયેલો છે
(7) અમદાવાદના અસારવાના ધારાસભ્ય પરમાર પ્રદિપભાઈ- એક કેસ અને બે ગંભીર ગુનાના કેસ નોંધાયા છે.
 
નવા 25 પ્રધાનોમાંથી 13 પ્રધાનો ધોરણ 8થી 12 પાસ છે, જ્યારે 11 પ્રધાનો ગ્રેજ્યુએટ છે. એક પ્રધાન પીએચડી ધરાવે છે. 1 પ્રધાન ધોરણ 4 પાસ છે. જૂનાગઢ કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ ધોરણ 4 પાસ છે, તેમને પશુપાલન અને ગૌસંવર્ધન પ્રધાન બનાવ્યા છે. તેમજ મહિસાગરના સંતરામપુરના ધારાસભ્ય કુબેરભાઈ ડિંડોર કે જેઓ પીએચડી થયા છે. ધોરણ 8 પાસ હર્ષ સંઘવી રાજ્યના ગૃહપ્રધાન બન્યા છે. તેમજ ધોરણ 8 પાસ અરવિંદ રૈયાણી વાહન વ્યવહાર, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ પ્રધાન બનાવાયા છે.