શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 23 ફેબ્રુઆરી 2017 (13:17 IST)

જૂનાગઢમાં ગીરનારના મેળામાં 7 કિલો સોનું પહેરેલા ગોલ્ડન બાબા આકર્ષણનું કેન્દ્ર બન્યાં

સોનું માત્ર સ્ત્રીઓને જ આકર્ષે એ જરૂરી નથી. પરંતુ સોનું ભલ ભલા નિયત બગાડી નાખે છે. એ પછી ભલે સમાન્ય માણસ હોય કે કોઈ મોટો સ્ટાર કે પછી એ એક સન્યાસી કેમ ના હોય. સોનું દરેકને પોતાના વસમાં કરી દે છે. જૂનાગઢમાં ચાલતા મેળામાં સોનાથી જડેલા ગોલ્ડન બાબા આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. મળતી માહિતી પ્રમાણે જૂનાગઢમાં શિવરાત્રીના મેળામાં આવેલા બાબાએ શરીર ઉપર 7 કિલો સોનું પહેર્યું છે. આ બાબાને ગોલ્ડન બાબા તરીકે લોકો ઓળખે છે. સમગ્ર મેળામાં આ બાબાએ પોતાની તરફ બધાનું ધ્યાન ખેંચ્યું હતું.

તેઓ હરિદ્વારના મહંત છે અને તેઓ પહેલીવાર જૂનાગઢ અને ગુજરાત આવ્યા છે. કહેવાય છે કે સાધુ બન્યા પછી બધી મોહમાયા ત્યજી દેવાની હોય છે. તેમ છતાં આ ગોલ્ડન બાબા 1972થી સોનું પહેરે છે. પહેલા માત્ર એક ચેઇન પહેરતા હતા જે ધીરે ધીરે કરી આજે 7 કિલોથી પણ વધારે સોનું તેમના શરીર ઉપર છે. અને ભક્તો આપી જાય છે એટલે તેઓ પહેરે છે. ગોલ્ડન બાબા સોનાના તમામ પેન્ડલમાં તેના ઇષ્ટ દેવી દેવતાનાની મૂર્તિઓ મઢાવી પહેરે છે.