મુખ્યમંત્રીના બંગલે જ ધારાસભ્યોના સોદા થયા, કરોડો લાવ્યા ક્યાંથી? પરેશ ધાનાણીનો સવાલ
રાજ્યસભાની ચૂંટણી પહેલાં જ પાંચ ધારાસભ્યો કોંગ્રેસને અલવિદા કહી ચૂક્યા છે ત્યારે વિધાનસભા ગૃહમાં પક્ષપલટો ગાજ્યો હતો. વિપક્ષના ધારાસભ્યોએ એવો આરોપ મૂક્યો હતોકે, મુખ્યમંત્રીના બંગલે જ કોંગ્રેસના ધારાસભ્યોના સોદા થયાં છે.
આટલા કરોડો રૂપિયા કયાંથી લાવ્યાં, કયાંથી ભ્રષ્ટાચાર કર્યો તે પ્રજાને જવાબ આપો.વિપક્ષના આક્ષેપોને કારણે ગૃહમાં શાસક પક્ષના ધારાસભ્યોએ હોબાળો મચાવ્યો હતો. જયારે મુખ્યમંત્રીએ તો પડકાર ફેક્યો હતોકે, આ વાત સાબિત કરો,માત્ર આક્ષેપો કરો નહીં.
ગુજરાત વિધાનસભામાં આજે કોંગ્રેસના ધારાસભ્યોના પક્ષપલટાને લઇને શાસક પક્ષ અને વિપક્ષ રીતસર સામસામે આવ્યા હતાં. ધારાસભ્ય અમિત ચાવડાએ આક્ષેપ કર્યોકે, મુખ્યમંત્રી જાહેરમાં કહે છેકે,કયાંય ભ્રષ્ટાચાર થતો નથી.
પણ ચૂંટાયેલાં પ્રતિનિધીઓને રીતસર ખરીદવામાં આવ્યા છે. એટલું જ નહીં, મુખ્યમંત્રીના નિવાસસૃથાને જ કોંગ્રેસના પાંચ ધારાસભ્યોનો કરોડોમાં સોદો કરાયો છે. આટલા રૂપિયા આવ્યા કયાંથી, કોણે ભ્રષ્ટાચાર કર્યો તેનો જનતાને જવાબ આપો. અમિત ચાવડાએ આક્ષેપ કરતાં એક તબક્કે ગૃહમાં સોપો પડી ગયો હતો.
આ સાંભળીને મુખ્યમંત્રી રૂપાણી તુરત જ ઉભા થઇ ગયા હતાં તેમણે વળતો પ્રહાર કર્યો કે, આ વાત સાબિત કરો,કોંગ્રેસમાં ત્રેવડ નથીને,માત્ર આક્ષેપબાજી કરે છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ અધ્યક્ષ સમક્ષ એવો આગ્રહ રાખ્યો હતોકે, કોંગ્રેસ મુખ્યમંત્રી-ભાજપ સામે કરેલાં આક્ષેપો પાછા ખેંચે. નહીતર સાબિતીઆપે.
દરમિયાન, વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ પણ રૂપાણી સરકારને નિશાન બનાવી એવા આક્ષેપ કર્યાં કે, મુખ્યમંત્રીના બંગલે જ ધારાસભ્યોને રૂપિયે તોલવા ત્રાજવુ મુકાયુ હતું. ઘરના બંદરને અંદર પુરી રાખ્યાં છેને,પારકાને પંદર પંદર ચૂકવાયાં છે. આ સાંભળીને ભાજપના ધારાસભ્યોએ ગૃહમાં હોબાળો મચાવ્યો હતો આમ છતાંય ધાનાણીએ ચાલુ રાખ્યું કે, બિચારા ભાજપના 103 ધારાસભ્યોનો કોઇ ભાવેય પુછતુ નથી.ને આ કોંગ્રેસવાળા જલસા કરે છે.
ત્યાં ધારાસભ્ય શૈલેષ પરમારે ય પણ ઝૂકાવ્યું હતું.તેમણે એવુ કહ્યું કે,આ જવાહર ચાવડા,કુંવરજી બાવળિયાને મંત્રી બનાવવાની લાલચ આપી પક્ષપલટો કરાવાયો હતો. તે વખતે ફરી મુખ્યમંત્રીએ કહ્યું કે,અમે કોઇને મંત્રી બનાવવા લાલચ આપી નથી. તેઓ ભાજપમાં આવ્યાં પછી અમે મંત્રી બનાવ્યા હતાં. આમ,ધારાસભ્યોને કેટલાંમાં ખરીદાયાં તે મુદદે ગૃહમાં આક્ષેપબાજી જામી હતી.
પક્ષપલટાનો મુદ્દે ગૃહમાં હોબાળો મચ્યો હતો તે જ વખતે ધારાસભ્ય જીતુ વાઘાણીએ એવો દાવો કર્યોકે, ગુજરાતમાં આંતરિક જૂથવાદ જામ્યો છે જેના કારણે કોંગ્રેસના ધારાસભ્યો રાજીનામા આપી રહ્યાં છે. કોંગ્રેસે ધારાસભ્યોને જયાં લઇ જવા હોય ત્યાં લઇ જાય,રાજ્યસભાની ચૂંટણીમાં ક્રોસવોટિંગ થશે જ.ચૂંટણીના દિવસે કઇંક અલગ જોવા મળશે. જે ગૂમ થયાં છે તે બધાય ધારાસભ્યો ક્રોસવોટિંગ કરશે તેમાં શંકાને સૃથાન નથી. તેમણે એવો ય ટોણો માર્યોકે,બે ઉમેદવારમાંથી કોણ ચૂંટણી લડશે એ તો કહો