ડાકોરમાં રણછોડરાય મંદિરમાં અન્નકૂટ દરમિયાન ભગદડ મચી, બે ના મોત
ગુજરાતમાં નવા વર્ષે રણછોડરાયના ધામ ડાકોરમાં અન્નકૂટના દર્શને પહોંચેલા ભક્તો મંદિરમાં સજાવીને રાખવામાં આવેલા અનાજ અને અન્ય ખાદ્યપદાર્થોને લૂંટવા માટે દોટ લગાવે છે.ગુજરાતી નૂતન વર્ષના દિવસે મંદિરોમાં અન્નકુટના દર્શન થાય છે. આ પરંપરામાં ભાગ લેનાર 21 વર્ષીય યુવાન અક્ષય પરમાર અન્નકુટ લૂંટની પરંપરા દરમિયાન ધક્કામુક્કીમાં શ્વાસ રુંધાઇ જવાથી મૃત્યુ પામ્યો હોવાનું પ્રાથમિક જણાઈ આવે છે, તેમ સ્થાનિક પોલીસે જણાવ્યું હતું. ખેડા જિલ્લાના SP મનિંદર પવારે કહ્યું કે, ‘મૃતકના શરીરને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યું છે. તેના રિપોર્ટ આવ્યા બાદ જ યુવાનના મોત અંગે નિશ્ચિત કારણ જણાવી શકાશે.’દરવર્ષે યોજાતી આ ધાર્મિક વિધિમાં હજારોની સંખ્યામાં લોકો મંદિરના ગેટ પાસે પોતાના શર્ટ લઈને ઉભે છે અને ગેટ ખૂલતા જ મંદિરમાં રાખવામાં આવેલ અનાજ અને ખાદ્ય પદાર્થોની લૂંટ કરવા દોટ મુકે છે.
અન્નકુટનો તહેવાર ગુજરાતીઓના નવ વર્ષ એટલે કે દિવાળીના બીજા દિવસે ઉજવવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે મંદિરના વરિષ્ઠ પુજારીનું પણ અન્નકુટના દિવસે જ હાર્ટ એટેકથી મૃત્યુ નીપજ્યું છે. જોકે પોલીસનું કહેવું છે કે પુજારીના મોત અને અન્નકુટ લૂંટની પરંપરાને કોઈ કડી જોડતી નથી. જ્યારે યુવાનના મોત અંગે પોલીસે તપાસ શરુ કરી દીધી છે.આ વાર્ષિક કાર્યક્રમ દરમિયાન લોકો મંદિરની અંદર મુકેલા અનાજ અને અન્ય વસ્તુઓને લૂટવા માટે ઝપટી પડ્યા. પોલીસે જણાવ્યુ કે ભગદડમાં કથિત રૂપે દમ ઘૂટાવવાથી અક્ષય પરમારનુ મોત થઈ ગયુ.. મરનારાઓમા એક યુવકની વય 21 વર્ષ બતાવાય રહી છે.
ખેઍઅ પોલેસ અધીક્ષક મનિન્દર પવારે કહ્યુ 'શબને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યુ છે અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ મળ્યા પછી જ અમે મોતનુ કારણ જણાવી શકીશુ. . પવારે જણાવ્યુ કે આ ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે.
એવુ કહેવાય છે કે આ ઘટનામાં કેટલાક લોકો ઘાયલ પણ થયા છે. ઘટના પછી સ્થાનીક પોલીસ દ્વારા કરવામાં આવેલ વ્યવસ્થા પર સવાલ ઉઠાવાય રહ્યા છે.
સામે આવ્યુ મોતનુ કારણ
સમાચાર એજંસી એએનઆઈ મુજબ ભગદડમાં જીવ ગુમાવનારા એક વ્યક્તિનુ મોત હાર્ટ એટેક આવવાથી થયુ છે. અને બીજાનુ મોત ભગદડ મચવાથી વધી ગયેલ ગભરાટથી થયુ..