1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 18 ઑક્ટોબર 2017 (12:37 IST)

રોબર્ટ વાડરાના શસ્ત્રના સોદાગરો સાથેના સંબંધો અંગે રાહુલ ચુપ્પી તોડે - રૂપાણી

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના પુત્ર જય શાહ અંગે તાજેતરમાં કંપની ખોટમાં હોવા છતાં 16 હજાર ગણો બિઝનેસ વધવાના કારણે વિવાદ જાગ્યો હતો. ત્યારે કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ લગાવેલા આરોપો બાદ હવે ભાજપ તરફથી તેનો જવાબ આપવામાં આવી રહ્યો છે. એક ખાનગી ચેનલે કરેલા ખુલાસાને લઈને મુખ્યમંત્રી રૂપાણીએ ગાંધી પરિવારના જમાઈ રોબર્ટ વાડ્રા પર શસ્ત્રોના સોદાગર સાથેના સંબંધોને લઈને રાહુલ ગાંધી પાસે જવાબ માંગ્યો છે. 

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ભાજપના પ્રદેશ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદમાં કે, અગાઉ ભાજપ વાડ્રાને લઈને જે આરોપો લગાવતું હતું હવે એજ બાબત એક ખાનગી ચેનલના અહેવાલથી લોકો સમક્ષ આવી છે. કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીના જમાઈ રોબર્ટ વાડ્રાની મની લોંડ્રિંગ અને શસ્ત્રના સોદાગરો સાથેની સીધી સંડોવણી સામે આવી છે. શસ્ત્રના સોદાગર સંજય ભંડારી, સુમિત ચઢ્ઢા અને મનોજ સાથે રોબર્ટ વાડ્રાની સીધી સંડોવણી સામે આવી છે જે અંગે ઈમેલ, એર ટિકિટ, બેંક એકાઉન્ટમાં જમા થયેલ રાશિ સહિતના પુરાવા પ્રાપ્ત થયાં છે. ત્યારે હંમેશાં મોદીને કોઈકને કોઈક બાબતે ટિ્વટ કરીને જવાબ માંગતા કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ હવે વાડ્રા અંગે જવાબ આપવાની જરૂર છે. રૂપાણીએ રોબર્ટ વાડ્રાને ક્રોની ઈકોનોમી ચહેરો ગણાવ્યો હતો. એટલું જ નહીં મુખ્યમંત્રીએ સોનિયા ગાંધીના જમાઈ રોબર્ટ વાડ્રાને લઈને કેટલાં ગંભીર સવાલો પણ ઉઠાવ્યાં હતાં. જે અંગે રાહુલ ગાંધી અને ગુજરાત કોંગ્રેસના નેતાઓને પણ આડે હાથ લઈને તેમના પર પણ આકરા પ્રહાર કર્યાં હતાં.આર્મ એજન્ટ સંજય ભંડારીના એકાઉન્ટમાંથી રોબર્ટ વાડ્રાના એકાઉન્ટમાં પૈસા કેમ ટ્રાન્સફર થયાં. ભંડારીના પૈસાથી વાડ્રાએ શા માટે 2012માં દિલ્હીથી દુબઈ, ફ્રાંસ, સ્વિટ્ઝર્લેન્ડ અને લંડનનો પ્રવાસ કર્યો. લંડનમાં રોબર્ટ વાડ્રાના બંગલામાં 21 કરોડ રૂપિયાનું રિનોવેશન કરાવાયું હતું તેનો ખર્ચ શા માટે ભંડારીએ ચૂકવ્યો હતો.  જો વાડ્રા એજન્ટ ભંડારીને નથી ઓળખતા તો અજાણી વ્યક્તિ સાથે આ વ્યવહારો કઈ રીતે થયા .પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું કે,  2012માં ભાજપના ચૂંટાયેલાં 115 ધારાસભ્યોમાંથી 32 ધારાસભ્યો ઉપર ગંભીર ગુના તેમજ 6 ધારાસભ્યો સામે અતિ ગંભીર ગુના નોંધાયેલાં છે. ભાજપે 2012માં 45થી વધુ દાગી ઉમેદવારોને ટિકિટ આપી હતી.કોંગ્રેસે આક્ષેપ લગાવ્યો છે કે, કેન્દ્રીય પ્રધાનમંડળના 78 મંત્રીઓ પૈકી 24 મંત્રીઓ સામે ગંભીર ગુનાઓ અને 14 મંત્રીઓ સામે અતિ ગંભીર ગુનાઓ છે, જેમાં હત્યા, હત્યાનો પ્રયાસ, અપહરણ, મહિલા વિરુદ્ધના ગુનાઓ મુખ્યત્વે છે. ભાજપના ચૂંટાયેલા 281 સાંસદો પૈકી 98 સાંસદો સામે ગંભીર ગુનાઓ નોંધાયેલાં છે.