1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 18 ઑક્ટોબર 2017 (12:49 IST)

ભારતમાં રામમંદિર જેવા મુદ્દાઓથી આગળ જ નથી વધતુઃ સામ પિત્રોડા

મંગળવારે અમદાવાદની મુલાકાતે પધારેલા સામ પિત્રોડાએ જણાવ્યું હતું કે દેશના લોકોને ભૂતકાળ સાથે ચોંટી રહેવું પસંદ છે. ભારત રામ મંદિર જેવા મુદ્દાઓથી આગળ જ નથી વધવા માંગતુ. અમદાવાદમાં ટેલીકોમ સેક્ટરના ઉદ્યોગસાહસિક સામ પિત્રોડાએ ગુજરાત વાણિજ્ય અને ઉદ્યોગ મંડળમાં ઈનોવેશન ઉપર ભાષણ આપતા જણાવ્યુ હતુ કે, કેન્દ્ર સરકારે ઈનોવેશન પરિષદને બંધ કરવાના નિર્ણયને પણ અયોગ્ય કહ્યો હતો. સૌથી વધુ રોજગાર નવી શોધોમાંથી જ મળે છે. સૌથી વધુ રોજગાર નવી શોધોમાંથી જ મળે છે સરકાર પાસે આ દિર્ઘ દ્રષ્ટીનો અભાવ છે. સામપિત્રોડાએ વધુમાં જણાવ્યુ હતુ કે રાષ્ટ્રીય ઈનોવેશન પરિષદ એ માજી વડાપ્રધાન મનમોહન સિંહ દ્વારા લેવાયેલ સરાહનીય પગલુ હતુ. પણ આ સરકારે આ પરિષદને બંધ કરી દીધુ છે મે આ અંગે સરકારને અપીલ કરી હતી પરંતુ તેમ છતાંય આ પરિષદનો અંત આણવામાં આવ્યો છે.