શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 6 ડિસેમ્બર 2022 (08:11 IST)

ગુજરાતના સોનૂ સુદ 'ખજૂરભાઇ'એ કરી લીધી સગાઇ, ઇન્સ્ટાગ્રામ પર શેર કરી તસવીરો

Gujarat's Sonu Sud 'Khajurbhai' got engaged, shared pictures on Instagram
ગુજરાતમાં નિતિન જાની ઉર્ફે 'ખજૂરભાઈ' ખુબ જ લોકપ્રિય છે. તેમને લોકો ગુજરાતના સોનૂ સુદ પણ કહે છે. ગુજરાતમાં જરૂરિયાતમંદ લોકોની સેવા કરતાં અને યૂટ્યુબ પર તેઓ ફેમસ ચહેરો છે. ખજુરભાઈ ઉર્ફે નીતિન જાનીના અંગત જીવનના સારા સમાચાર આજે સામે આવી રહ્યા છે. તેમણે પોતાના ફેન્સને ખુશખબરી આપતાં સોશિયલ મીડિયા પર સગાઇની તસવીરો શેર કરી છે. તેમણે  મીનાક્ષી દવે સાથે સગાઇ કરી છે. 
 
નિતીન જાની ઉર્ફે ખજૂરભાઈ કોરોનાકાળ પહેલાંથી લોકો માટે સેવા કાર્ય કરી રહ્યા છે. તેમણે તૈકતે વાવાઝોડા દરમિયાન જેમના મકાનો તૂટી ગયા હતા તેમને મદદ કરી મકાનો બનાવી આવ્યા છે. તેઓ યુટ્યૂબમાંથી થતી આવકનો મોટો ભાગ સેવાના કાર્યોમાં ખર્ચ કરી નાખે છે. અત્યાર સુધી કરોડો રૂપિયા લોક સેવા પાછળ ખર્ચ કરી નાખ્યા છે. જેથી લોકો તેમને ગુજરાતના સોનૂ સુદના નામેથી પણ ઓળખે છે. 
 
ત્યારે હવે ખજૂરભાઇ પોતાની  સગાઇના ફોટા ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે તો તેમના ફેન્સમાં ખુશીની લહેર જોવા મળી રહી છે અને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી રહ્યા છે. આ તસવીર તેમની સગાઈ વિધિની છે. તસવીર શેર કરીને નીતિન જાનીએ પોર્ટનર લખીને ઈમોજીમાં દિલ મૂક્યું છે.