રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 28 જુલાઈ 2021 (09:27 IST)

૧ થી ૩૧મી ઓગષ્ટ દરમ્યાન સમુદ્રમાં કે ક્રિક વિસ્તારમાં માછીમારી કે બોટની અવર-જવર પર પ્રતિબંધ

દરિયાઈ કાંઠાના પ્રાદેશિક જળ વિસ્તારમાં આગામી તા.૩૧મી જુલાઇ-૨૦૨૧ સુધી યાંત્રિક બોટો દ્વારા થતી આંતરદેશીય તથા પ્રાદેશિક જળક્ષેત્રમાં માછીમારી પર પ્રતિબંધ મુકવામાં આવેલ છે. રાજયના વિવિધ જિલ્લાઓના માછીમાર બોટ એસોશિએશન, સમાજ, મહાસંઘ, મત્સ્યોધોગ સહકારી મંડળીઓની ફિશીંગ બાન પીરીયડ લંબાવવાની રજુઆત અન્વયે મત્સ્યોધોગ કમિશનર, ગાંધીનગર દ્વારા ચાલુ વર્ષે આવેલ વાવાઝોડાથી થયેલ ઋતુચક્રના ફેરફાર અને ઋતુમાં ઘણો બદલાવ હોવાથી ૧લી સપ્ટેમ્બર ૨૦૨૧ પહેલા દરિયો તોફાની રહેતા માછીમારી કરવી હિતાવહ નથી.
 
જિલ્લા મેજીસ્ટ્રેટ ડી.કે.પ્રવિણા દ્વારા ભારતીય ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ ની કલમ-૧૪૪ હેઠળ તેમને મળેલ સત્તાની રૂએ ફરમાવેલ કે, કચ્છ જિલ્લાના સમગ્ર વિસ્તારના દરિયાકાંઠેથી કે ક્રિક વિસ્તારમાં કોઇપણ માછીમારોને કે અન્ય કોઇ વ્યકિતએ તા.૧લી ઓગષ્ટ-૨૦૨૧ થી તા.૩૧મી ઓગષ્ટ-૨૦૨૧ ના સમય દરમ્યાન સમુદ્રમાં કે ક્રિક વિસ્તારમાં જવું નહીં અને કોઇપણ બોટની અવર-જવર કરવી નહીં.
 
આ હુકમ પોર્ટ ઉપર આવતા વ્યાપારિક જહાજો, લશ્કરી દળો, અર્ધ લશ્કરી દળો, પોલીસ દળોની બોટો, પગડીયા માછીમારો, નોન મોટરરાઈઝડ ક્રાફટ (લાકડાની બિન યાંત્રિક એક લકડી હોડી અને શઢવાળી હોડી) ને લાગુ પડશે નહીં. આ હુકમનું ઉલ્લંઘન કરનારને ભારતીય ફોજદારી અધિનિયમ (સને ૧૮૬૦ નાં ક્રમાંક-૪૫) ની કલમ ૧૮૮ મુજબ સજા થઇ શકે છે.