મંગળવાર, 31 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 4 સપ્ટેમ્બર 2021 (16:40 IST)

ગુજરાત વતન પ્રેમ યોજના, ગામડાઓમાં જનહિત કારી સુવિદ્યાઓ માટે અનોખી યોજના

ગુજરાતમાં વતન પ્રેમ યોજનાને લઈને રાજ્યના સીએમ વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને એક બેઠક મળી હતી. જેમાં NRIઓ માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. હવેથી વિદેશમાં વસતા NRI પોતાના ગામના વિકાસ માટે રકમ આપી શકશે. આ યોજના મુજબ  દેશમાં કે  દેશ બહાર વિશ્વમાં ક્યાંય પણ વસતા અને ગુજરાતના વતની કોઈ પણ દાતા અથવા  જે તે ગામની વ્યક્તિના દાન અને રાજ્ય સરકારના અનુદાનથી ગુજરાતના ગામડાઓમાં વધુ સારી જનહિત કારી સુવિધાઓ ઉભી કરવા દાતાઓ ને પ્રોત્સાહન રાજ્ય સરકાર આપશે.
 
આ યોજનામાં દાતાઓ પોતાના ગામમાં 60 ટકા કે વધુનું રકમ નું દાન આપીને કામ કરાવી શકશે . આવી રકમ સામે ખૂટતી 40 ટકા રકમનું અનુદાન રાજ્ય સરકાર આપશે. આગામી ડિસેમ્બર 2022 સુધીમાં આ યોજના અંતર્ગત 1000 કરોડ રૂપિયાના વિવિધ જનહિત સુવિધા  સુખાકારી ના કામો આવા દાતાઓ અને રાજ્ય સરકાર બેયના સહયોગથી હાથ ધરવાની નેમ મુખ્યમંત્રીએ વ્યક્ત કરી હતી.