ગુરુવાર, 21 નવેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Updated : મંગળવાર, 12 નવેમ્બર 2024 (10:44 IST)

Gujarat Weather: ગુજરાતમાં વરસાદ પછી પડશે કડકડતી ઠંડી, આગામી સાત દિવસ જાણો કેવુ રહેશે હવામાન ?

Gujarat Weather Update: ગુજરાતમાં હાલ જે રીતે તાપમાનની સ્થિતિ છે તેને જોતા એવુ લાગી રહ્યુ છે કે અહી શિયાળાના આગમન માટે થોડી વધુ રાહ જોવી પડશે.  એક બાજુ જ્યા અમદાવાદ હવામાન વિભાગ કેન્દ્ર તરફથી  રાજ્યમાં ઠંડીની શરૂઆતના કોઈ સંકેત નથી મળી રહ્યા તો બીજી બાજુ આ દરમિયાન મોસમ વિશેષજ્ઞ અંબાલાલ પટેલે એક ભવિષ્યવાણી કરી છે.  અંબાલાલ પટેલે કહ્યુ કે ગુજરાતમાં 17 થી 20 તારીખ વચ્ચે વરસાદ થઈ શકે છે. 
 
ગુજરાતમા તૂટશે શિયાળાનો રેકોર્ડ 
આ સાથે જ અંબાલાલ પટેલે કહ્ય કે આ વખતે ગુજરાતમાં એટલી ઠંડી પડશે કે 30 વર્ષનો રેકોર્ડ ટૂટી શકે છે. બીજી બાજુ હવામાન વિભાગનુ કહેવુ છે કે ગુજરાતમાં શિયાળાનુ આગમન ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોમાં બરફવર્ષા પછી જ થશે.  હાલમાં રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાનમાં વધારો નોંધાયો છે. નવેમ્બર મહિનો લગભગ અડધો વીતી ગયો છે પરંતુ ગુજરાતના તાપમાનમાં કોઈ ઘટાડો થયો નથી. અમદાવાદ હવામાન કેન્દ્રના વડા એકે દાસે જણાવ્યું હતું કે ગુજરાતમાં આગામી 7 દિવસ સુધી હવામાન સૂકું રહેશે. આ ઉપરાંત આગામી 4-5 દિવસ સુધી તાપમાનની સ્થિતિ પણ સ્થિર રહેશે.
 
રાજકોટમાં સૌથી વધુ તાપમાન
અમદાવાદ હવામાન વિભાગના ચીફ એ જે દાસે જણાવ્યુ કે ગુજરાતમાં સૌથી વધુ તાપમાન રાજકોટમાં 37.9 ડિગ્રી નોંધાયુ છે.  આ સાથે તેમણે અમદાવાદના હવામાન વિશે જણાવ્યું કે છેલ્લા 24 કલાકમાં અમદાવાદનું મહત્તમ તાપમાન 36.1 ડિગ્રી નોંધાયું છે. આ સાથે લઘુત્તમ તાપમાન 20.4 ડિગ્રી નોંધાયું હતું જે સામાન્ય કરતા 2.3 ડિગ્રી વધુ છે. અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં આગામી 24 કલાકમાં લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી રહેવાની શક્યતા છે.