સંબંધિત સમાચાર
- ગુજરાતમાં ફરી વરસાદ લાવી શકે છે તબાહી, આ જિલ્લાઓમાં IMDનું એલર્ટ
- ગુજરાતમાં આગામી દિવસોમાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડશે
- બંગાળની ખાડીમાં લો પ્રેશરનું ક્ષેત્ર ફરી સક્રિય, રાજ્યના આ જિલ્લાઓમાં 3 દિવસ સુધી ભારે વરસાદની શક્યતા
- ગુજરાત પર ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતા આગામી 24 કલાક દરમિયાન આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
- ગુજરાતમાં ફરી ભારે વરસાદની આગાહી, IMDએ આ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કર્યું
Gujarat Weather: ગુજરાતમાં સતાવશે ઠંડી કે રડાવશે ગરમી, જાણો IMD પાસેથી કેવુ રહેશે હવામાન ?
Gujarat Weather Update: ગુજરાતમાં હવામાન સતત બદલાઈ રહ્યું છે, રાજ્યના લોકો હવામાનના બેવડા સ્વરૂપનો અનુભવ કરી રહ્યા છે. બપોરના સમયે આખો દિવસ ગરમી લોકોને પરેશાન કરતી હોય છે ત્યારે રાત્રે લોકો ચાદર ઓઢ્યા વગર સૂઈ શકતા નથી. ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં રાત્રિના સમયના તાપમાનમાં ઘટાડો થયો છે અને ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. સાથે જ બપોરના સમયે તાપમાનમાં વધારો થતા ગરમીનો અહેસાસ થવા લાગ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 4-5 દિવસ સુધી રાજ્યના તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય.
Rainfall Warning : 07th November 2024
— India Meteorological Department (@Indiametdept) November 6, 2024
वर्षा की चेतावनी : 07th नवंबर2024
Detailed Press Release Link (06-11-2024):https://t.co/LXPkFnYk9n#rainfallwarning #IMDWeatherUpdate #stayalert #staysafe #andaman #nicobar #TamilNadu@moesgoi @ndmaindia @DDNational @airnewsalerts… pic.twitter.com/vUKeal4onS
અમદાવાદમાં હવામાનની પેટર્ન
હવામાન વિભાગના અનુમાન મુજબ અમદાવાદમાં આજે લઘુત્તમ તાપમાન 22 ડિગ્રી રહી શકે છે. ગઈકાલે રાજ્યમાં સૌથી વધુ મહત્તમ તાપમાન 39.1 ડિગ્રી નોંધાયું હતું. રાજ્યમાં એવા ઘણા વિસ્તારો છે જ્યાં સૌથી વધુ તાપમાન રહેવાની શક્યતા છે.
ઉદાહરણ તરીકે, ડીસામાં તાપમાન 39.1 ડિગ્રી, રાજકોટમાં 38.8, વલ્લભ વિદ્યાનગરમાં 37.5, સુરેન્દ્રનગરમાં 37.5, ભુજમાં 37.3, વેરાવળમાં 37.2 ડિગ્રીની આસપાસ રહી શકે છે. જ્યારે કંડલા પોર્ટ 36.6, સુરત 36.5, અમદાવાદ 36.4, નલિયા 36.4, અમરેલી 36, પોરબંદર 36, ભાવનગર 35.7, મહુવા 35.6, કેશોદ 35.6, વડોદરા 35.2, દ્વારકા 34.3.35 ડિગ્રી રહેશે.
અહીં પડી રહી છે ઠંડી
જ્યારે રાજ્યમાં ગાંધીનગરમાં 19.3 ડિગ્રી, મહુવામાં 19.6 ડિગ્રી, વડોદરામાં 20.2 ડિગ્રી, નલિયામાં 20.4 ડિગ્રી, કેશોદમાં 20.4 ડિગ્રી, રાજકોટમાં 21.2 ડિગ્રી, પોરબંદરમાં 21.6 ડિગ્રી, ડીસામાં 21.9 ડિગ્રી, અમદાવાદમાં 22.2 ડિગ્રી, સુરતમાં 22.2 ડિગ્રી. ભાવનગરમાં 22.9, વલ્લભ વિદ્યાનગરમાં 23.5, ભુજમાં 23.6, સુરેન્દ્રનગરમાં 24.2, વેરાવળમાં 24.7, દ્વારકામાં 25, કંડલા પોર્ટમાં 25.5, ઓખામાં 27.2ની આસપાસ તાપમાન રહેવાની શક્યતા છે.
