શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 25 માર્ચ 2022 (10:47 IST)

ગુજરાત ફરી અગનભઠ્ઠીમાં શેકાશે! 4 દિવસ માટે હીટવેવની આગાહી

માર્ચ મહિનાની શરૂઆતમાં ગરમીનો પારો ઉંચો રહ્યા બાદ થોડા દિવસ રાહત અનુભવાઈ હતી. જોકે શુક્રવારથી 4 દિવસ માટે હીટવેવની આગાહી કરવામાં આવી છે. 
 
આ સાથે જ હવામાન વિભાગે લૂ લાગવાથી બચવા માટેના કેટલાક ઉપાયો પણ જાહેર કર્યા છે. 
 
શનિવારના રોજ ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને પાટણમાં જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છમાં ભાવનગર, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, કચ્છ અને દીવમાં બપોરના સમયે બફારો અનુભવાશે.