શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 24 માર્ચ 2022 (23:03 IST)

તૃષા મર્ડર કેસ અપડેટ, હત્યા બાદ કલ્પેશ બિન્દાસ્ત થઈ ઘરે જઈને સૂઈ ગયો

સુરતમાં ગ્રીષ્માની હત્યા કરનાર ફેનિલની જેમ તૃષાનો હત્યારો પણ સાઈકો ' હોય એવું લાગી રહ્યું છે . તૃષાની હત્યા બાદ કલ્પેશ બિન્દાસ્ત થઈ જઈ ઘરે જઈને આરામથી સૂઈ ગયો હતો . તૃષાનો ફોન બંધ કરી દીધો હતો અને પોતાનો ફોન ચાલુ રાખી સંતાડી દીધો હતો . ગણતરીના કલાકમાં જ ક્રાઇમ બ્રાન્ચ હત્યારાના ઘરે પહોંચી સનસનાટીભર્યા હત્યાના બનાવનો ભેદ પોલીસે ગણતરીના કલાકમાં જ ઉકેલી કાઢ્યો હતો . 
 
જામ્બુવા નજીક મુજાર ગામડીની સીમમાં બનેલા હત્યાના બનાવમાં ક્રાઇમ બ્રાન્ચના એસીપી ડી એસ ચૌહાણ , પીઆઇ આર એ જાડેજા અને અન્ય અધિકારીઓ જોડાયા હતા . યુવતીના આધાર કાર્ડ પરથી પોલીસ તેને ઘેર પહોંચી હતી . પરિવારજનોની પૂછપરછ બાદ પોલીસે કલ્પેશ ઠાકોરને દબોચી લીધો હતો . કલ્પેશે હત્યાના બનાવની કબૂલાતનો સતત ઇનકાર કરતાં પોલીસે કલ્પેશના મિત્રને તેની સામે ઉભો કરી દીધો હતો . જ્યારે બનાવના સ્થળ પાસેના સીસીટીવી ફૂટેજ પણ બતાવ્યા હતા . જેથી તે ભાંગી પડ્યો હતો અને હત્યાની કબૂલાત કરી હતી . તૃષાની ઓઢણીથી લોહીવાળું પાળિયું સાફ કર્યું તૃષાની હત્યા કર્યા બાદ હત્યારા કલ્પેશે લોહીવાળું પાળિયું તેની ઓઢણીથી સાફ કર્યું હતું અને ત્યારબાદ તૃષાનું સ્કૂટર લઇ રોડ પર એક કિમી દૂર છોડી દીધું હતું