સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. આઈપીએલ 2022
Written By
Last Modified: ગુરુવાર, 24 માર્ચ 2022 (17:51 IST)

Dhoni Quits Captaincy: શુ છે મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાની છોડવા પાછળની કહાની, સીઈઓ બોલ્યા - આ અમારી માટે હેરાન કરનારો નિર્ણય નથી

નવી દિલ્હી. ઈંડિયન પ્રીમિયર લીગ (IPL)ની શરૂઆતમાં ફક્ત બે દિવસ બાકી છે. ટીમો પ્રેકટીસમાં લાગી છે. અગાઉની ચેમ્પિયન ટીમ ચેન્નઈ સુપરકિંગ્સ (Chenni Super Kings)ટીમ પોતાની પહેલી મેચ 26 માર્ચના રોજ રમશે. તેની મેચ કલકત્તા નાઈટ રાઈડર્સ (KKR)સાથે થશે. બીજી બાજુ કલકત્તાની ટીમ જેને તેણે અગાઉ ફાઈનલમાં હરાવ્યુ હતુ. ટીમોની તૈયારીઓને લઈને ચર્ચા ચાલી રહી હતી કે અચાનક ગુરૂવારે બપોરે મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni)એ ફરી ચોંકાવી દીધા. ધોનીએ ચેન્નઈ સુપરકિંગ્સની કપ્તાની છોડવાનુ એલાન કરી દીધુ. તેમણે પોતાના નાયબ રવિન્દ્ર જડેજાને બૈટન થમાવી દીધી. 
 
ચેન્નઈ સુપર કિંગ્સે ધોનીના આ નિર્ણયને મહોર લગાવી છે. પરંતુ એ પણ સ્પષ્ટ કર્યું કે ધોની ચેન્નઈનો ભાગ છે અને રહેશે. "ધોની આ સિઝનમાં ચેન્નઈ સુપર કિંગ્સનું પ્રતિનિધિત્વ કરશે અને તેમ કરવાનું ચાલુ રાખશે," ફ્રેન્ચાઇઝીએ ટ્વિટ કર્યું. 'ધોની આ સીજનમાં ચેન્નઈ સુપર કિંગ્સનુ પ્રતિનિધિત્વ કરશે અને આગળ પણ કરતા રહેશે. 
 
પરંતુ ધોનીએ અચાનક આ નિર્ણય કેમ લીધો?  ટૂર્નામેન્ટની શરૂઆત થવાના ઠીક પહેલા, શું ચેન્નાઈ સુપર કિંગ્સ આ 'સરપ્રાઈઝ' માટે તૈયાર છે. જો કે, ધોનીને પોતાના  નિર્ણયોથી  સૌને ચોંકાવવાની આદત છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી  ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવી,  વનડેની કેપ્ટનશીપ છોડી દેવી જોઈ, . T20 વર્લ્ડ કપમાં જોગીન્દર શર્માને છેલ્લી ઓવર આપવાની આવા તમામ નિર્ણયો કેમ ન હોય. તમે ધોની પાસેથી આવા જ આશ્ચર્યજનક નિર્ણયોની અપેક્ષા રાખી શકો છો.
 
ઈએસપીએનક્રિકઈંફોની સાથે વાતચીતમાં ટીમના CEO કાશી વિશ્વનાથને જણાવ્યું કે ધોનીના નિર્ણય પાછળની કહાની શું છે. તેણે કહ્યું કે ધોની ઈચ્છતો હતો કે કેપ્ટનશિપની આ બૈટન  ખૂબ જ સરળતાથી બીજા હાથમાં સોંપવામાં આવે. તેમને લાગે છે કે જાડેજા પાસે ટીમને સંભાળવા માટે જરૂરી બધા ગુણ છે. ગયા વર્ષે જાડેજાએ  પોતાનો ચોથો આઈપીએલ પણ જીત્યો છે. 
 
વિશ્વનાથને સ્પષ્ટ કર્યુ કે ગુરૂવારે જ્યારે ટીમ પ્રૈકટિસ માટે જઈ રહી હતી તો ધોનીએ કપ્તાની પરથી હટવાનો પોતાનો નિર્ણય બતાવ્યો. આ નિર્ણય ભલે અચાનક સામે આવ્યો હોય પણ ધોનીના મગજમાં આ અંગે ઘણા સમયથી વિચાર ચાલી રહ્યો હતો.  વિશ્વનાથને એ પણ કહ્યુ, 'મહેન્દ્ર સિંહ ધોની આ અંગે વિચારી રહ્યા હતા. તેમને લાગ્યુ હતુ કે જડ્ડુને કપ્તાની સોંપવાનો આ યોગ્ય સમય છે. તેમને એવુ પણ લાગતુ હતુ કે જડ્ડુ પોતાના કેરિયરના સૌથી સારા સમયમાં છે અને આ જ યોગ્ય સમય છે કે તે ચેન્નઈની કમાન સાચવે. ધોની ચેન્નઈની ટીમને સારી રીતે સમજે છે. અને વિશ્વનાથને કહ્યુ પણ, "ધોનીના મગજમાં ક્યાક ચાલી રહ્યુ હશે કે ફ્રેંચાઈજી માટે શુ યોગ્ય છે. 
 
ચેન્નઈ સુપર કિંગ્સ એક એવી ટીમ છે જે પોતાના ખેલાડીઓને જોડી રાખે છે. ધોની સિવાય 14 સિઝનમાં સુરેશ રૈના એકમાત્ર એવો ખેલાડી છે જેણે ટીમની કમાન સંભાળી છે. તેથી જાડેજા માત્ર ત્રીજો ખેલાડી હશે જે ચેન્નાઈ સુપર કિંગ્સની કેપ્ટનશીપ કરશે.
 
વિશ્વનાથને કહ્યું કે ધોનીએ તેને અંગત રીતે કહ્યું નથી. જો કે, આ નિર્ણય ઘણા લોકો માટે આશ્ચર્યજનક ન હતો. ફ્રેન્ચાઇઝીએ વર્ષ 2021માં પણ આ અંગે ચર્ચા કરી હતી. અને ત્યારે પણ માત્ર જાડેજાનું જ નામ સામે આવ્યું હતું. વિશ્વનાથને કહ્યું, 'જાડેજાના નામની ચર્ચા અગાઉ પણ થઈ ચૂકી છે. ગયા વર્ષે પણ આ અંગેનો પ્રસ્તાવ હતો. અમે જાણતા હતા કે તે ધોનીના સર્વશ્રેષ્ઠ ઉત્તરાધિકારી રહેશે. 
 
ધોનીના ભવિષ્યને લઈને છેલ્લા બે સિઝનથી અટકળો લગાવવામાં આવી રહી હતી. ગયા નવેમ્બરમાં સુપર કિંગ્સે ચેન્નઈમાં એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આમાં ધોનીએ ચાહકોને ખાતરી આપી હતી કે તે ઓછામાં ઓછી એક સિઝન માટે ફ્રેન્ચાઇઝી માટે ચોક્કસપણે રમશે. એવું લાગતું હતું કે તેનુ કોઈ મહત્વનુ કામ બાકી હતું. અને કદાચ તેમાંથી એક સુકાનીપદ સોંપવું પણ સામેલ છે.
 
વિશ્વનાથને કહ્યું કે ધોની યોગ્ય તકની રાહ જોઈ રહ્યો હતો. ધોનીએ ભારતીય સુકાની પદ છોડતી વખતે પણ કંઈક આવું જ કર્યું હતું. શ્રીનિવાસને કહ્યું, 'આ કંઈક એવુ જ છે જ્યારે વિરાટને  આંતરરાષ્ટ્રીય ફોર્મેટની કપ્તાની સોંપવામાં આવી હતી. તેમણે શરૂઆતના થોડા વર્ષો સુધી ધોનીને કેપ્ટનશિપ માટે તૈયાર કર્યો. આ જ પ્રકારનું ટ્રાંજેશન તે IPL માટે પણ ઇચ્છતા હતા. 
 
અંતમાં ક્રિકઇન્ફો સાથેની વાતચીતમાં વિશ્વનાથને કહ્યું કે તેમને જાડેજાની કેપ્ટનશિપ પર પૂરો વિશ્વાસ છે. તેમણે કહ્યું, 'જાડેજામાં ફ્રેન્ચાઈઝી માટે સારો દેખાવ કરવાની તમામ ક્ષમતા છે. તે એક સારો ઓલરાઉન્ડર છે, પોતાનું સર્વશ્રેષ્ઠ ક્રિકેટ રમી રહ્યો છે, તે ટીમને સાથે લઈ જઈ શકે છે અને મહેન્દ્ર સિંહ ધોનીની સલાહ પણ તેની સાથે છે. તે એક સારો ઇન્ડક્શન પ્રોગ્રામ રહેશે.