બુધવાર, 1 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Updated : ગુરુવાર, 24 માર્ચ 2022 (16:22 IST)

સુરતમાં ગર્ભવતી મહિલાની હત્યા કરી યુવક અઢી વર્ષની બાળકીને રેલવે સ્ટેશન પર રઝળતી મૂકી ફરાર

સુરતમાં ઉધના રેલવે યાર્ડમાં ગર્ભવતી મહિલાની ગળું દબાવી હત્યા કરવામાં આવી હતી. હત્યા બાદ પોલીસે તપાસ કરતા હત્યારો અઢી વર્ષની બાળકીને રેલવે સ્ટેશન પર રઝળતી મૂકીને ભાગી ગયો હોવાનું સામે આવ્યું છે. હાલ તો પોલીસ પાસે હત્યા કરનારની તસવીર આવી ગઈ છે.

જોકે, હજુ સુધી મૃતક અને હત્યારાની ઓળખ થઈ નથી. જ્યારે બાળકી પણ અઢી વર્ષની હોવાથી કશું કહી શકે તેમ નથી. પોલીસ હત્યારાને પકડવા પ્રયાસ કરી રહી છે.ગળું દબાવી હત્યા કર્યા બાદ મૃતદેહ ફેંકી દીધો ગત રવિવારે મોડી રાત્રે ઉધના રેલવે યાર્ડ પાસે એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. આ બનાવની જાણ થતા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે તપાસ કરતા મૃતક મહિલા ગર્ભવતી હોવાનું બહાર આવ્યું હતું. આ ઉપરાંત ગળું દબાવી હત્યા કર્યા બાદ મૃતદેહ ફેંકી દેવામાં આવ્યો હતો. આ બનાવના પગલે પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ મામલે પોલીસ દ્વારા હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો હતો.ઉધના રેલવે યાર્ડ પાસે ગર્ભવતી મહિલાની લાશ મળી હતી.

મહિલાની ઉંમર આશરે 30થી 35 વર્ષ હોવાનું અનુમાન છે. પ્રાથમિક પહેરવેશ ઉપરથી મહિલા ઓડિશાવાસી હોવાનું લાગી રહ્યું છે. તેનું ગળું દબાવી હત્યા કરાઈ હતી અને ત્યારબાદ લાશને અહી સંતાડવાની કોશિશ કરાઈ હતી. આ મામલે પોલીસે હત્યાનો અને પૂરાવાના નાશનો ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે. 7થી 8 કલાક પહેલાં તેની હત્યા કરાઈ હોવાની આંશકા લાગી રહી છે.પોલીસે સીસીટીવી તપાસવાનું શરૂ કર્યું હતું. દરમિયાન ઉધના રેલવે યાર્ડમાં સગર્ભા મહિલાની હત્યા કર્યા બાદ હત્યારો અઢી વર્ષની બાળકી સાથે ઉધના રેલવે સ્ટેશનની બહાર નીકળી રિક્ષા પકડી સુરત રેલવે સ્ટેશન પર પહોંચ્યો હતો. સુરત રેલવે સ્ટેશન પર બાળકી સાથે બેસે છે. થોડો સમય વિતાવ્યા બાદ તાપ્તિગંગા ટ્રેન આવે તે પહેલા હત્યારો બાળકીને છોડીને નાસી છૂટે છે અને ટ્રેનમાં બેસી ફરાર થઈ જાય છે.બીજી તરફ અઢી વર્ષની બાળકી રઝળતી હાલતમાં મહિધરપુરા પોલીસને હાથે લાગે છે. પોલીસે બાળકીનો કબજો લીધો છે અને આરોપીને ઝડપી પાડવાની દિશામાં તપાસ હાથ ધરી છે. હાલ તો પોલીસ પાસે સીસીટીવી આધારે આરોપીને ફોટો આવી ગયો છે. જોકે, મહિલા અને આરોપીની હજુ સુધી ઓળખ થઈ નથી. પોલીસ તેનું સરનામુ શોધી રહી છે.પોલીસ બાળકીનો કબજો લઈને તપાસ કરી રહી છે. ત્યારે સીસીટીવમાં આ બાળકી તેમજ સગર્ભા મહિલા અને હત્યા કરનાર યુવક નજરે ચડે છે. બાળકી સગર્ભા મહિલા સાથે આવી હોવાનું અનુમાન છે