સોમવાર, 6 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 10 મે 2019 (14:12 IST)

100 ટકા પરિણામવાળી માત્ર 35 શાળાઓ: કોપી કેસની સંખ્યામાં ત્રણ ઘણો વધારો

રાજ્યમાં 100 ટકા પરિણામ ધરાવતી શાળાઓ 42થી ઘટીને 35 થઈ ગઈ છે જ્યારે 10 ટકા કરતા ઓછું પરિણામ ધરાવતી શાળાઓમાં લગભગ 90 ટકાનો વધારો થઈ 26થી વધીને 49 થઈ છે. રાજ્ય સરકારે છેલ્લા પાંચ વર્ષમાં શિક્ષણ પાછળ 1.13 લાખ કરોડનો ખર્ચ કર્યો છે. રાજ્યમાં હાલની સ્થિતિએ 1.42 ટકા ડ્રોપ આઉટ રેશિયો નોંધાયો હતો. ગુજરાત સરકાર શિક્ષણ સુધારણા માટે કરોડો રૂપિયા ખર્ચ કરે છે. વર્ષ દરમિયાન શાળા પ્રવેશોત્સવથી લઈ ગુણોત્સવ સુધીના વિવિધ કાર્યક્રમો કરી મુખ્ય પ્રધાનથી લઈ મુખ્ય સચિવ સુધીના અધિકારીઓ અને નેતાઓ ગુજરાતભરની શાળામાં ઉત્સવો કરવા માટે પહોંચતા હોવા છતાં પણ ધોરણ 12ના પરિણામમાં 10 ટકા કરતા ઓછું પરિણામ ધરાવતી શાળાઓ વધી છે, જ્યારે 100 ટકા પરિણામ લાવતી શાળાઓમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. માધ્યમિક શિક્ષણ બોર્ડ પરીક્ષાની ચોરી અટકાવવા માટે પરીક્ષાર્થીઓ પર સીસીટીવીથી લઈ સજ્જડ સુરક્ષા ગોઠવે છે, છતાં પણ આ વર્ષે પરીક્ષામાં કોપી કેસની સંખ્યા ગત વર્ષની તુલનાએ ત્રણ ગણી વધી છે. તેમ જ ગત વર્ષે પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓની સંખ્યા 1,34,352 હતી.