મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By રીઝનલ ડેસ્ક|
Last Updated : મંગળવાર, 27 ઑગસ્ટ 2019 (16:34 IST)

નદીમાં ન્હાવા ગયેલા 10 લોકોમાંથી એક જ પરિવારના પાંચ લોકોના ડૂબી જવાથી મોત

વલ્લભીપુર પાસેના રતનપર ગામમાં નદીમાં ન્હાવા ગયેલા 10 વ્યક્તિ ડૂબી ગયા હોવાના અહેવાલ મળ્યાં છે. ન્હાવા ગયેલા લોકોમાંથી એક જ પરિવારના પાંચ લોકોના મોત નિપજ્યાં હોવાનું પણ જાણવા મળ્યું છે. જ્યારે બાકીના 5 લોકોને સ્થાનિક લોકોના સહયોગથી બચાવી લેવાયા છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે રતનપર ગામનાં દેવીપૂજક સમાજના ખેત મજૂરો બપોરે ભોજન લીધા બાદ ચાડા ગામેથી પસાર થતી કેરી નદીના ખાડામાં ભરાયેલા ખાડામાં નાહવા પડ્યા હતા. જેમાંથી તમામ ડૂબવા લાગતા સ્થાનિક તરવૈયાઓની મદદથી 5ને બચાવી લેવામાં આવ્યા હતા. જ્યારે પાંચ લોકોનાં મોત થયા હતા. મૃતકોમાં 3 પુરૂષ અને 2 મહિલાનો સમાવેશ થાય છે. હાલ પાંચેયના મૃતદેહને પીએમ માટે ખસેડવામાં આવ્યા છે. સમગ્ર ઘટનાની જાણ 108ની ટીમને થતાં તેઓ ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા અને તપાસ શરૂ કરી હતી. જે દરમિયાન 108ની ટીમે 4 વ્યક્તિને મૃત જાહેર કર્યા હતા. જ્યારે ભાવનાબેન સોલંકીના શ્વાસ ચાલુ હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. પરંતુ તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. હાલ તો તમામનાં પીએમની કાર્યવાહી કરવામાં આવી રહી છે.