1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 19 ઑક્ટોબર 2021 (11:17 IST)

ઉતરાખંડમાં ફસાયેલા ગુજરાતીઓ યાત્રીઓ માટે હેલ્પલાઇન નંબર જાહેર

ઉત્તરાખંડના કેદારનાથમાં ફરવા ગયેલા અનેક ગુજરાતીઓ ભારે વરસાદને કારણે ત્યાં ફસાયા છે. ચાર ધામની યાત્રાએ ગયેલા લોકો ઉત્તરાખંડમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે ત્યાં ફસાયા છે. રાજકોટના આશરે 30 યાત્રાળુઓ ફસાયા હોવાની વાત સામે આવી છે. આ લોકોએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને કહ્યું કે, અમારે મદદની જરૂર છે. 
 
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉત્તરાખંડ માં કુદરતી સંકટ અને વરસાદને કારણે  ગુજરાતના જે યાત્રિકો ત્યાં ફસાઈ ગયા છે તેમને જરૂરી મદદ સહાય માટે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંગ ધામીજી સાથે ટેલીફોનીક વાતચીત કરી હતી.
 
ગુજરાતના જે યાત્રિકો ત્યાં ફસાયેલા છે તેમનો સંપર્ક થઈ શકે અને અન્ય માહિતી  મેળવી શકાય તે માટે મુખ્યમંત્રીની સૂચના ને પગલે  ગુજરાત સરકાર ના ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ના હેલ્પ લાઈન નંબર જાહેર કરવામાં આવ્યા છે. 
 
*આ હેલ્પ લાઇન 079 23251900 નંબર પર ઉત્તરાખંડમાં અટવાયેલા  ગુજરાત ના યાત્રિકોના સગા સંબંધીઓ , સ્નેહીજનો વિગતો આપી તેમજ મેળવી શકશે. 
 
ઉલ્લેખનીય છે કે, સોમવારે સવારથી જ બદ્રીનાથ હાઇવે પર બોલ્ડરના કારણે રસ્તા બ્લોક થઇ ગયા હતા. ભારત-ચીન સરહદને જોડતો હાઇવે પણ તમકમાં બંધ છે. સરહદી ચોકીઓ પર આવતા લશ્કરના વાહનો પણ બંધ થઈ ગયા છે. તમકમાં ડુંગરો પરથી સતત પથ્થરો પડવાના કારણે ચિંતાજનક સ્થિતિ છે અને પ્રતિકૂળ હવામાનને કારણે જિલ્લા મેજિસ્ટ્રેટ હિમાંશુ ખુરાનાએ યાત્રીઓને મંગળવાર સુધી આ સ્થળે રહેવાની સલાહ આપી હતી.