શનિવાર, 1 એપ્રિલ 2023
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified શુક્રવાર, 2 જુલાઈ 2021 (14:43 IST)

માત્ર 5 રૂપિયાના સિક્કાની મદદથી ટ્રેન લૂંટતી હતી આ ગેંગ

ટ્રેનોમાં ચોરી કરનાર ચાર આરોપીઓની ધરપકડ કરવામાં અવી છે. આ આરોપીઓ ટ્રેક સર્કિટ પર પાંચ રૂપિયાનો સિક્કો મુકી દેતા હતા. તેનાથી સિગ્નલ રેડ થઇ જતો હતો અને ગાડી રોકી દેતા હતા. ત્યારબાદ ગાડીમાં ચડીને મુસાફરોનો સામાન ચોરી કરી લેતા હતા. 
 
આ આરોપીઓએ ભરૂચ-સુરત-વાપી અને સુરત-નંદુબાર વચ્ચે 19 થી 25 જૂન વચ્ચે ત્રણવાર આમ કરીને મુસાફરો પાસેથી પર્સ-મોબાઇલ તથા અન્ય સામાન ચોરી કર્યા. તેની ગેંગ વાપીથી માંડીને કોટા સુધી સક્રિય છે. ધરપકડ કરેલા આરોપીઓ પાસેથી 1,387,530 રૂપિયાનો સામાન જપ્ત કરવામાં આવ્યો છે. 
હરિયાણાથી પકડાયેલા આરોપીઓને ગુરૂવારે ગુજરાતના રેલવે પોલીસે વડોદરા લાવવામાં આવ્યા હતા. ચારેય આરોપીએ જણાવ્યું કે તેમણે મુસાફરોના ઘરેણા, મોબાઇલ, પર્સ તથા અન્ય અન્ય ઘણા સામાન ચોરી કરતા હતા. 
 
આરોપી એવા પોઇન્ટ શોધતા હતા જ્યાં ટ્ર્ક સર્કિટ અને સિગ્નલ લાગેલા હોય. ઇન્ટરનેટ લાઇવ રનિંગ સ્ટેટસ જોઇને ટ્રેનને ટ્રેક કરતા હતા. ટ્રેનન આવતાં પહેલાં જ ટ્રેક સર્કિટ સિગ્નલ પોઇન્ટ પર ઉભા થઇ જતા હતા. એટલા માટે ગેંગને પકડવા માટે પશ્વિમ રેલવેની તમામ પોલીસ એકમ લાગી હતી. 
 
ઔરંગાબાદની ઘટના બાદ સીસીટીવીએ ફંફોળ્યા તેમાં એક શંકાસ્પદ વાહનની ખબર પડી. આ વાહન રેકોર્ડ ચેક કર્યા તો આ દીપકના નામ પર રજિસ્ટર્ડ હતી. તે હરિયાણામાં હતા. તેને પકડવા માટે ઇન્દોર રેલવે પોલીસ રવાના થઇ અને ત્યાંથી ચાર આરોપીઓ દિપક, સોની અને વાલ્મીકીને પકડી લીધા. આરોપીએ ચોરીની વાત સ્વિકારી હતી. તેમની ગેંગમાં કેટલા લોકો છે તેની તપાસ ચાલી રહી છે. 
 
19 જૂનના રોજ ભરૂચથી સુરત વચ્ચે અવંતિકા એક્સપ્રેસમાં ચોરી થઇ હતી. તેમાં આરોપીઓએ રેલવે ટ્રેક સર્કિટમાં 5 રૂપિયાનો સિક્કો ફસાઇવીને સિગ્નલ રેડ કરી દીધો હતો. જ્યારે ટ્રેન ઉભી રહી તો લૂંટ ચલાવી. આ પ્રકારે 20 જૂનના રોજ સુરત-વાપી વચ્ચે બાંદ્રા-ભૂજ એક્સપ્રેસ અને 25 જૂનના રોજ નંદુબાર સુરત વચ્ચે તાપી લાઇન પર પોરબંદર-હાવડા એક્સપ્રેસમાં પણ લૂંટફાટ કરી. 
 
ટ્રેક સર્કિટ પર ટ્રેન પસાર થતી હતી તો સિગ્નલ ઓટોમેટિક રેડ થઇ જતી હતી, જેથી પાછળ આવનાર ટ્રેનની વચ્ચે ગેપ મેન્ટેન રહે. સર્કિટમાં જો કોઇ ધાતુ ફસાઇ જાય છે તો સિગ્નલ રેડ થઇ જાય છે. તેનાથી ટ્રેન અટકી જાય છે. 
 
જે પૈકી નો આરોપી રાહુલ ધારાના પિતા અગાઉ રેલવેમાં સફાઈકર્મી હતા. જેથી તે રેલવેના પાટાઓ અને અન્ય ટેક્નિકલ જ્ઞાન ધરાવતો હતો. જેનો ઉપયોગ લૂંટ કરવામાં વપરાતો હતો. પોલીસે 13 લૂંટને અંજામ આપી ભેગા કરેલા સોના ચાંદીના દાગીના અને રોકડનો મુદ્દામાલ કબજે કરી. ચારેય આરોપીઓના 5 દિવસના રિમાન્ડ મેળવ્યા છે.