હવે દુકાનદારો-ફેરિયાઓએ હાથના મોજાં-કેપ ફરજિયાત પહેરવાના પડશે

Last Modified મંગળવાર, 30 જુલાઈ 2019 (11:10 IST)
અમદાવાદ: ચોમાસાની ઋતુમાં આરોગ્યની કાળજી લેવી ખૂબ જરૂરી છે. રાજ્યમાં વિવિધ જાહેર સ્થળોએ દુકાનદારો, વેપારીઓ અને ફેરિયાઓ દ્વારા ખાણી-પીણીનું વેચાણ કરવામાં આવતું હોય છે. ખોરાક રાંધતા અને પિરસતા સમયે દુકાનદારો-વેપારીઓ અને ફેરિયાઓએ સ્વચ્છ એપ્રોન, હાથના મોજાં અને વાળ ઢંકાય તે રીતે કેપ ફરજિયાત પહેરવાની રહેશે, તેમ ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર દ્વારા જણાવાયું છે.
ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ ૨૦૦૬ તથા તેના નિયમો અન્વયે ગ્રાહકોને ખોરાક પિરસતા સમયે સ્વચ્છતા સંબંધી યોગ્ય કાળજી લેવામાં નહીં આવે તો સંબંધિતો સામે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે.


આ પણ વાંચો :