ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 4 ઑક્ટોબર 2022 (12:10 IST)

હાર્દિક પટેલ ફરીવાર રાજકારણમાં સક્રિય થયો અને કહ્યું હું MLA બનીને વિરમગામનો વિકાસ કરીશ

hardik patel
ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે દરેક બેઠકો પર સ્થાનિક પ્રશ્નો પણ પડકાર બનીને સામે આવી રહ્યાં છે. એવામાં અમદાવાદ જિલ્લાની વિરમગામ બેઠક પર ઐતિહાસિક વારસાની અવદશાની વરવી તસવીર સામે આવી. વિરમગામમાં આવેલું ઐતિહાસિક મુનસર તળાવ એક સમયે ત્યાંની ઓળખ હતું આજે અહીં ભેંસો તરે છે. હાલ વિરમગામનું ઐતિહાસિક તળાવ ધણીધોરી વિનાનું બની ગયું છે, જ્યાં રોજ ભેંસો ન્હાય છે. એવામાં મુનસર તળાવ આ વખતે વિધાનસભામાં વિરમગામ બેઠક માટે ચૂંટણીનો મુદ્દો બનીને ઉભરી રહ્યો છે.

કોંગ્રેસ સાથે છેડાફાડીને ભાજપમાં જોડાયેલાં હાર્દિક પટેલે મીડિયાને જણાવ્યું કે, વિરમગામથી ચૂંટણી લડવાની મારી પ્રબળ ઈચ્છા છે. મેં આખું ભારત ફરી લીધું છે, હું બહુ મોટો નેતા પણ બની ગયો છું. હવે મારે મારા ગામની ઓળખ બનાવવાની છે. હવે મારે મારી જન્મભૂમિ વિરમગામનું રૂણ ચુકવવાનું છે. વિરમગામથી વિધાનસભા લડવાની મારી ઈચ્છા છે. ભાજપ મને અહીંથી ટીકિટ આપશે તો હું વિરમગામનો જબરદસ્ત વિકાસ કરીને તેને તાલુકામાંથી જિલ્લો બનાવી દઈશ. વિરમગામ મારું હોમ ગ્રાઉન્ડ છે, હું અહીં જન્મ્યો છું અને અહીં જ મરીશ. હું અહીંથી ચૂંટણી લડીશ તો જરૂર જીતીશ.વિરમગામ બેઠકથી કોંગ્રેસના ધારાસભ્ય લાખાભાઈ ભરવાડ સમગ્ર મામલે વાત કરતા જણાવે છેકે, હજુ તો હાર્દિકે વિધાનસભામાં પગ પણ મુક્યો નથી પહેલાં મેદાનમાં તો આવે. હાર્દિક તો ભાજપમાં ગયો એટલે હવે કોંગ્રેસ વિશે બોલશે. મને મારા કામ પર પુરો વિશ્વાસ છે, હાર્દિક આવે કે સામે કોઈપણ આવે હું જ જીતીશ. કોંગ્રેસનું કામ બોલે છે. મનસુર તળાવના વિકાસ માટે મેં ઘણીવાર વિધાનસભામાં પણ રજૂઆતો કરી છે પણ કોઈ સાંભળતું નથી. તેની દેખરેખની જવાબદારી ધારાસભ્ય નહીં પણ કેન્દ્ર સરકારની છે.