સોમવાર, 6 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: અમદાવાદ , બુધવાર, 22 સપ્ટેમ્બર 2021 (16:55 IST)

Gujarat Politics: હાર્દિક પટેલે ભૂપેન્દ્ર પટેલને લખ્યો પત્ર, અનામત આંદોલન દરમિયાન પાટીદારો પર નોંધાયેલા 400 કેસ પરત લેવાની કરી માંગ

. પાટીદાર નેતા હાર્દિક પટેલે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને અનામત આંદોલન દરમિયાન પાટીદારો વિરુદ્ધ નોંધાયેલા લગભગ 400 કેસ પરત લેવાની માંગ કરી છે. હાર્દિકનુ કહેવુ છે કે ગરીબ અને પછાતને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર અનામત આપવા માટે નવી નવી જોગવાઈઓ કરી રહી છે અને સુવર્ણો ને 10 ટકા અનામતની જાહેરાત રવામાં આવી. આંદોલન જો ખોટુ હોત તો પછી સરકારે આ અનામતની વ્યવસ્થા કેમ કરી.  ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અને પાટીદાર નેતા હાર્દિક પટેલનું કહેવું છે કે તેમની સામે દેશદ્રોહના 28 કેસ નોંધાયા છે અને જુલાઇ 2015 માં ગુજરાતમાં શરૂ થયેલા પાટીદાર અનામત આંદોલન બાદ   438 કેસ નોંધાયા છે. આ આંદોલન દરમિયાન અનેક પાટીદાર યુવાનોએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો. 
 
સામાજીક ન્યાય માટે હતુ આંદોલન - હાર્દિક 
હાર્દિકે કહ્યું કે આંદોલન દરમિયાન ગુજરાત સરકારના ગૃહ વિભાગે 391 કેસ પાછા ખેંચવાની વાત કરી હતી, પરંતુ સરકારે પોતાનું વચન પાળ્યું ન હતું. હાર્દિકે કહ્યું કે આંદોલન સામાજિક ન્યાય માટે છે. આ આંદોલન બાદ કેન્દ્ર સરકારે પછાત સુવર્ણ જાતિ માટે 10 ટકા અનામતની જાહેરાત પણ કરી હતી. આ બતાવે છે કે અનામત આંદોલન ખોટું નહોતું અને ગુજરાત સરકારે તેમની નૈતિકતા અને તેમના વચનને યાદ રાખીને ગુજરાતમાં પાટીદારો સામે નોંધાયેલા કેસ પાછા ખેંચવા જોઈએ. હાર્દિકે કહ્યું કે, સરકારે પાટીદાર સમાજને કેસ પાછો ખેંચવાનું વચન આપ્યું હતું. 438 કેસોમાંથી 391 કેસ પરત ખેંચવાની વાત કરવામાં આવી હતી, પરંતુ અત્યાર સુધી તેનો અમલ થયો નથી. આ પાટીદાર સમાજ સાથે વિશ્વાસઘાત છે. હાર્દિકે કહ્યું કે ગુજરાતમાં પાટીદાર સમાજના લોકોની સંખ્યા આશરે એક કરોડ છે અને ગુજરાતના સામાજિક-આર્થિક અને શૈક્ષણિક વિકાસમાં પાટીદારોની મહત્વની ભૂમિકા છે.
 
હાર્દિક પર દેશદ્રોહ સહિત 28 કેસ નોંધાયા 
 
હાર્દિકનું કહેવું છે કે તેમનું અનામત આંદોલન સંપૂર્ણપણે સામાજિક ન્યાય માટે હતું અને તેનો ફાયદો પછાત ગરીબ સુરર્ણ સમાજને થયો છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર અન્ય પછાત વર્ગના અનામતની પણ સમીક્ષા કરી રહી છે અને વિકાસથી વંચિત સમાજમાં જાતિઓને તેનો લાભ આપવા માંગે છે.   સરકારના આ પગલાનું સમર્થન કરતા હાર્દિકે કહ્યું કે જો પાટીદાર સમાજે અનામત માટે આંદોલન કર્યું હોત તો તેમની સામે કેસ ચલાવવો એ નૈતિકતા અને ન્યાય વિરુદ્ધ હશે. હાર્દિકનું કહેવું છે કે તે પોતે કાયદાકીય કેસોનો સામનો કરી રહ્યો છે અને તેની સામે રાજદ્રોહ સહિત 28 કેસ ચાલી રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લખેલા પત્રમાં હાર્દિકે પાટીદાર સમાજના યુવાનોના બલિદાનને યાદ કરતા કહ્યું કે પાટીદારો સમાજના લોકો સામે કેસ ચાલી રહ્યા છે. રાજ્ય સરકારે કાનૂની કેસો પાછા ખેંચીને પોતાનું વચન પૂરું કરવું જોઈએ