સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 7 એપ્રિલ 2021 (18:12 IST)

સુરતમાં હિટ એન્ડ રનનો આરોપી અતુલ વેકરિયા પોલીસ સ્ટેશનમાં હાજર થયો, કોરોના રેપિડ ટેસ્ટ પોઝિટિવ આવ્યો

હિટ એન્ડ ડ્રિન્ક કેસનો આરોપી અતુલ વેકરીયા છેલ્લા ઘણા દિવસથી નાસતો ફરતો હતો આખરે આજે સવારે 10:30 વાગ્યાની આસપાસ ઉમરા પોલીસ સ્ટેશનમાં હાજર થઇ ગયા હતા.ઉમરા પોલીસે અલગ અલગ ટીમ બનાવીને તેમને ઝડપી પાડવાના પ્રયાસો કર્યા હતા પરંતુ તે નિષ્ફળ થયા હતા અતુલ વેકરીયા પોતે ઉમરા પોલીસ સ્ટેશને સરન્ડર કરી દીધું હતું.
 
હિટ એન્ડ ડ્રિન્ક કેસનો આરોપી અતુલ વેકરીયા ઉમરા પોલીસ સ્ટેશનમાં હાજર થયા બાદ તેમને કોવિડ ટેસ્ટ માટે લઈ જવાયા હતા. અતુલ વેકરીયા નો રેપિડ ટેસ્ટ કરાવતા પોઝિટિવ આવ્યો હતો ત્યારબાદ આર ટી સી આર રિપોર્ટ પણ કાઢવામાં આવતો હતો. અતુલ વેકરીયા નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને પોલીસ જાપ્તા સાથે હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે હજી RT - PCRનો રિપોર્ટ આવવાનો બાકી છે. જોકે રેપિડ ટેસ્ટ પોઝિટિવ આવતા જ તેમને સારવાર માટે દાખલ કરી દેવામાં આવ્યા છે.
 
અતુલ વેકરિયાએ ઉર્વશી ચૌધરીને અડફેટે લેતા તેનું મોત નીપજ્યું હતું એફઆઇઆરમાં કલમ 304 નો તેમજ 185 ની કલમનો ઉમેરો થતાં જામીન રદ થયા હતા જામીન રજૂ થતાંની સાથે જ ઉમરા પોલીસે તેમને શોધવાનું શરૂ કર્યું હતું .પરંતુ તેઓ ભુગર્ભમાં ઉતરી જતાં પોલીસના હાથે આવ્યા ન હતા આખરે આરોપી અતુલ વેકરીયા પોતે ઉમરા પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયો હતો. પોલીસે શરૂઆતના તબક્કામાં એફઆઇઆરમાં જે નરમ વલણ દાખવ્યું હતું તેના કારણે અતુલ બેકરી અને જામીન મળી ગયા હતા પરંતુ ચારેતરફથી પોલીસની કામગીરીની આકરી ટીકા થયા બાદ યોગ્ય કલમોનો ઉમેરો થતાં તેમની જામીન રજૂ થઈ છે. અતુલ વેકરીયા કોર્ટમાં આગોતરા જામીન માટે પણ પ્રયાસો પૂર્ણપણે કરી લીધા હતા પરંતુ કોર્ટ દ્વારા પણ આગોતરા જામીન મંજૂર કરાયા ન હતા જેથી અતુલ વેકરીયા પાસે ગુગર માં રહેવું અથવા તો પોલીસ સમક્ષ હાજર થઈ જવા સિવાય અન્ય કોઈ રસ્તો ન હતો .જેથી આજે અતુલ વેકરીયા પોતે જ ઉમરા પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયો હતો.