બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 16 ઑગસ્ટ 2023 (17:27 IST)

Bharuch Accident - ભરૂચમાં બે કાર વચ્ચે જોરદાર ટક્કર, પાંચ લોકોનાં ઘટનાસ્થળે જ મોત

bharuch accident news
bharuch accident news
ભરૂચના હાંસોટ તાલુકાના અલવા ગામ પાસે બે કાર વચ્ચે જોરદાર ટક્કર થતાં પાંચ લોકોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં. મૃતકોમાં ચાર મહિલા અને એક પુરુષનો સમાવેશ થાય છે.જ્યારે કારમાં એક બાળકનો ચમત્કારિક બચાવ થયો હતો.બંને કાર વચ્ચે ટક્કર એટલી જોરદાર હતી કે બંને કારના આગળના ભાગના ફુરચેફુરચા નીકળી ગયા હતા.

હાંસોટ પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.ભરૂચના હાંસોટ તાલુકામાં હુન્ડાઈ વેન્યૂ અને વર્ના કાર વચ્ચે સર્જાયેલા આ ગમખ્વાર અકસ્માતમાં ચાર મહિલા અને એક પુરુષ મહિલા પાંચ લોકોના મોત નિપજ્યા હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે કારમાં સવાર એક બાળકનો ચમત્કારિક બચાવ થયો છે.ભરૂચના હાંસોટ તાલુકામાં જે અકસ્માત સર્જાયો છે તેમાં GJ16 DG 8381 નંબરની હ્રુન્ડાઈ વેન્યુ કાર ભરૂચના હિરેન્દ્રસિંહના નામે નોંધાયેલી છે. જ્યારે GJ06 FQ 7311 નંબરની હુન્ડાઈ વર્ના કાર ભરૂચના રેડીમેઈડ ગારમેન્ટના વેપારી ઈક્રામભાઈના નામે નોંધાયેલી હોવાનું જાણવા મળ્યું છે.