શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 30 સપ્ટેમ્બર 2021 (10:15 IST)

Alert! રાજ્યમાં 24 કલાક આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી, 100 ડેમ હાઇ એલર્ટ પર

ગુલાબ વાવાઝોડાને પગલે ગુજરાતમાં છેલ્લા પાંચેક દિવસથી સાર્વત્રિક વરસાદી માહોલ છે. બીજી બાજુ શાહીન વાવાઝોડાનુ સંકટ પણ તોળાય રહ્યુ છે. વરસાદનો છેલ્લો રાઉન્ડ ગુજરાતના ઘણા વિસ્તારો માટે આશીર્વાદરુપ બનીને આવ્યો છે. રાજકોટ, જામનગર, જૂનાગઢ સહિત સૌરાષ્ટ્ર ઉપરાંત કચ્છના વિસ્તારો સિઝનના 100% વરસાદને આંબી ગયા છે અથવા તો તૈયારીમાં છે. આમાં પણ રાજકોટ (122%) અને જામનગર (125%) માથે તો અતિવૃષ્ટિનું સંકટ સર્જાયું છે.
 
- રાજકોટ, જામનગર, જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં સિઝનનો 100%થી વધુ વરસાદ પડી ગયો
- અરવલ્લીમાં રાજ્યનો સૌથી ઓછો 62%, ડાંગમાં 66% જ વરસાદ, મધ્યમાં પણ હજી એક વ્યવસ્થિત રાઉન્ડની જરૂર
 
 
ધોરાજી-ઉપલેટા-જામકંડોરણાના તમામ ડેમ ઓવરફલો થતા તંત્ર એલર્ટ મોડ પર છે. ધોરાજીનો ભાદર-2, ઉપલેટાનો વેણુ-મોજ અને જામકંડોરણાનો ફોફળ ડેમ ઓવરફલો થયા 
 
છે. ધોરાજીના ચાર ગામ અને ઉપલેટાના 19 ગામોને હાઈ એલર્ટ કરાયા છે.
 
રાજ્યમાં 24 કલાક આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી, 100 ડેમ હાઇ એલર્ટ પર
બંગાળના ખાડીમાં સક્રિય થયેલા વાવાઝોડા 'ગુલાબ'  કારણે રાજ્યમાં હજુ વરસાદ પડશે આ સ્થિતિમાં હવામાન વિભાગ આગામી પાંચ દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી 
 
કરી છે. આ વાવાઝોડાની અસરના કારણે 28-29 સપ્ટેમ્બર તો વરસાદ ભુક્કા બોલાવી શકે છે.