1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 2 જુલાઈ 2022 (11:02 IST)

યાત્રાધામ અંબાજીમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ, જાણો શું છે આગાહી

rain gujarat
ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં વરસાદી માહોલ હતો. આ દરમિયાન યાત્રાધામ અંબાજીમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. વરસાદ પડવાને કારણે અહીં રસ્તાઓ પર જ નદીઓ વહેતી થઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. બીજી તરફ રસ્તાઓ પર વહેતા પાણીમાં અમુક વાહનો પણ તણાયા હતા. ધોધમાર વરસાદથી શહેરના રસ્તાઓ પર પાણી પાણી થઈ ગયું હતું. ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગે શુક્રવારે જ ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી આપી હતી.
 
ધોધમાર વરસાદને પગલે ગલીઓ અને સોસાયટીમાં પાણી ભરાઈ ગયા હતા. ખાસ કરીને વાહન ચાલકોને મુશ્કેલી નડી હતી. જિલ્લાના અનેક વિસ્તારોમાં શુક્રવારે વરસાદ પડ્યો હતો. આજે એટલે કે શનિવારે સવારે પણ અંબાજીમાં વરસાદ નોંધાયો છે.
 
મળતી માહિતી પ્રમાણે શુક્રવારે સાંજથી જ અંબાજીમાં વરસાદ શરૂ થયો હતો. સિઝનનો પ્રથમ વરસાદ હોવાથી વેપારીઓ અને ધંધાદારીઓએ કામકાજ વહેલા આટોપી લીધું હતં. શહેરમાં સિઝનનો પ્રથમ વરસાદ જ વીજળીના કડાકા ભડાકા સાથે પડ્યો હતો. રાત્રે અંદાજે બે ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો હતો. બીજી તરફ વરસાદને પગલે રસ્તાઓ પણ જાણે કે મોટી નદીએ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. આજે એટલે કે શનિવારે પણ અંબાજીમાં વરસાદ પડે તેવી શક્યતા છે
 
હવામાન વિભાગે શુક્રવારે રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી આપી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં પાંચ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.
 
બીજી તરફ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અરવલ્લીમાં ભારે વરસાદની આગાહી છે. મધ્ય ગુજરાતની વાત કરીએ તો આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુરમાં ભારે વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.
 
જિલ્લામાં 24 કલાક દરમિયાન પડેલો વરસાદ
અમીરગઢ - 120 મિ.મી.
કાંકરેજ - 73 મિ.મી.
ડીસા - 120 મિ.મી.
થરાદ - 52 મિ.મી.
દાંતા - 59 મિ.મી.
દાંતીવાડા - 40 મિ.મી.
દિયોદર - 190 મિ.મી.
ધાનેરા - 21 મિ.મી.
પાલનપુર - 37 મિ.મી.
ભાભર - 73 મિ.મી.
લાખની - 35 મિ.મી.
વડગામ - 38 મિ.મી.
વાવ - 75 મિ.મી.
સુઇગામ - 72 મિ.મી.