સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: અમદાવાદઃ , શુક્રવાર, 19 મે 2023 (15:22 IST)

અમદાવાદમાં હ્યુમન ટ્રાફિકિંગનો કેસ,સગીરાને કીડનેપ કરી 2 લાખમાં વેચી, પોલીસે બચાવી પરિવારને સોંપી

આરોપી પતિ,પત્ની અને બહેનની પોલીસે ધરપકડ કરીને વધુ કાર્યવાહી કરી
 
સગીર વયની દીકરીઓનું અપહરણ કરીને તેમને રાજસ્થાનમાં વેચી મારવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. અમદાવાદના કણભા પોલીસ સ્ટેશનમાં એક સગીર વયની બાળકીનું અપહરણ થયાની ફરિયાદ નોંધાઈ હતી. આ કેસમાં એલસીબી અને એસઓજીએ વધુ તપાસ હાથ ધરી હતી. અલગ અલગ ટીમો બનાવીને ટેક્નીકલ અને ફિલ્ડ વર્ક કરીને આરોપીઓ સગીરાનું અપહરણ કરીને કઈ દીશામાં લઈ ગયાં છે તેની તપાસ કરવામાં આવી હતી. ત્યાર બાદ પોલીસે આરોપીઓને ઝડપીને શહેરમાં થતાં હ્યુમન ટ્રાફિકિંગના કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદ જિલ્લાના કણભા પોલીસ સ્ટેશનમાં ગત 12મી મેના રોજ એક સગીરવયની બાળકીનું અપહરણ થયું હોવાની ફરિયાદ નોંધાઈ હતી. આ ફરિયાદ બાદ આરોપીઓને તાત્કાલિક પકડવા માટે આઈજીપી ચંદ્રશેખરે એલસીબી અને એસઓજીને આદેશ આપ્યો હતો. આરોપીઓને પકડી પાડવા માટે પોલીસે અલગ અલગ ટીમો બનાવી હતી. જેમાં તેઓ કઈ દીશામાં બાળકીને લઈ ગયાં છે તેની ટેક્નિકલ અને ફિલ્ડ વર્કને આધારે તપાસ કરવામાં આવી હતી. આરોપી અશોક પટેલે તેની પત્ની રેણુંકા તથા રૂપલ મેકવાનની મદદગારીથી સગીરાનું અપહરણ કરીને તેને રાજસ્થાનમાં બે લાખમાં વેચી મારવાનું ષડયંત્ર રચ્યું હતું. તે સગીરાને રાજસ્થાનમાં લઈ જઈને વેચે તે પહેલાં જ પોલીસે આ ત્રણેય આરોપીઓને ઝડપી લીધા હતાં. આરોપીઓની મોડસ ઓપરેન્ડી પ્રમાણે તેઓ સગીર વયની ગરીબ વર્ગની બાળકીઓને નિશાન બનાવતાં હતાં. તેમને લલચાવી, ફોસલાવી, બળજબરી પૂર્વક તેમનું જાતિય શોષણ કરીને તેમને ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં લગ્ન માટે તૈયાર કરતાં હતાં અને લગ્ન માટે થઈને મોટી રકમની વસૂલાત કરતાં હતાં.